 |
ખલનાયક હિતુ કનોડિયા |
 |
હિતેન કુમારનો હટકે અંદાજ |
નથી પહેર્યુ કેડિયુ.. નથી ટીપીકલ ઝભ્ભો.. આ છે આપણા ગુજ્જુ હિરો. હવે તેઓ દેખાય છે હટકે, તેમનો લૂક લાગે છે ડિફરન્ટ, તેમનો અંદાજ લાગે છે એકદમ હટકે.. અને એક્સપ્રેસન પણ છે સોલિડ..
 |
ચંદનના ચાર લૂક |
આ તસવીર માત્ર આ તમામ હિરોના ડિફરન્ટ લૂક આપને બતાવવા નથી મૂકાઈ. આ તસવીર માત્ર આ હિરોલોગની નથી, પણ આ તસવીર છે આપણાં બદલાતા ઢોલિવૂ઼ડની. ગુજરાતી ફિલ્મ્સને ચીલાચાલું જ સમજી બેસતા સોગિયા મોઢાવાળાઓના મો થોડીવાર માટે તો પહોળા રહી જાય તેવી છે આ તમામ તસવીર. અલબત, આ બાબત ગુજરાતી સિનેમામાં ઘણી પહેલાં આવવી જોઈતી હતી, એમાં મોડું ચોક્કસ થયું છે, પણ હવે એ જ જૂનો રાગ આલાપ્યે શો ફાયદો ? આખરે હવે સારુ થવાની શરૂઆત થઈ તો ખરી ને એનો આનંદ માણીએ. હા, એવું પણ નથી, કે, પહેલીવાર જ આ બદલાવ આવ્યો છે. આ પહેલાં અમુક ફિલ્મ્સમાં પ્રયત્ન થઈ ચુક્યા છે. પણ મોટાભાગની ફિલ્મ્સ બીબાંઢાળ હોઈ એ પ્રયત્નોને પણ દર્શકો તરફથી માત્ર જાકારો જ મળ્યો છે. એટલે એવા પ્રયત્નોનું પુનરાવર્તન થવું અટક્યું છે, પણ હા, આવા પ્રયત્નોનું સાતત્ય જળવાય અને તે પ્રયત્ન કરાય છે તેવી વાત લોકો સુધી પહોંચાડાય તો અને તો જ લોકો ગુજરાતી ફિલ્મ્સ વિશે ફરીથી હકારાત્મક વિચારતા થશે.
 |
જોયા છે ક્યારેય મૂછ વિનાના હિતેન કુમાર! |
આનંદ એ વાતનો છે કે, આપણાં અદાકારો હવે એક જ પ્રકારના કિરદારમાં બંધાવાની જગ્યાએ તેમા વરાઈટી લાવતા થયાં છે. હિતેન કુમાર પોતાની ઉમર કરતા ઘણી મોટી ઉંમરના કિરદારમાં દેખાય છે અને દર્શકોની દાદ પણ મેળવે છે. 'મહિય.રમાં મનડુ નથી લાગતુ'ની સિક્વલમાં હિતેન કુમાર બાપ-બેટાના કિરદારમાં દેખાયા હતા, એ પછી પણ તેમણે એ પ્રકારનું કિરદાર નિભાવ્યું હશે. પણ વખાણવું પડે તેવું તેમનું કિરદાર હતુ 'જન્મદાતા'માં. વેલ, આ જ હિતેન કુમાર છેલ્લા થોડા સમયમાં જુદા જુદા પ્રકારના દસ લૂકમાં દર્શકોને જોવા મળશે. આ મૂછાળા અભિનેતા એક કિરદારમાં તો દેખાશે મૂછ વગર !!!
 |
હિતુ કનોડિયાનો નેગેટિવ શેડ |
હિતુ કનોડિયા પણ હિરોગીરીથી હટીને હવે નેગેટિવ શેડ્સ બખુબી નિભાવે છે. 'સૂરજ ઉગ્યો શમણાંને દેશ' અને 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા' બંને ફિલ્મ્સમાં હિતુ હિરો તો હતો.. પણ તેના કિરદારમાં જોવાં મળ્યો નેગેટિવ શેડ. માત્ર નાયક બની રહેવાને બદલે ખલનાયકીમાં પણ હવે તે જમાવે છે રંગ.
 |
ચંદનનો નેગેટિવ શેડ |
ચોકલેટી લૂક ધરાવતો ચંદન રાઠોડ પણ લવરબોયની ઈમેજમાં બંધાઈ રહેવા નથી માગતો. 'સમર્પણ'માં ચંદન બાપ-બેટા બેઉના રોલમાં દેખાયો. તો તેની અપકમિંગ ફિલ્મ 'જોગિડો'માં ચંદન દેખાશે નકારાત્મક છાંટ ધરાવતા હિરોના કિરદારમાં. તો મને લઈ જા સાંવરિયાના કિરદારથી પણ ચંદન છે ઉત્સાહિત. ને ઘરવાળી, બાહરવાળી, કામવાળીમાં ચંદન કરશે કોમેડી.
તો.. બોસ. શું વિચાર છે !! આ હિરોલોગ તો હવે ભાઈલોગ બની રહ્યા છે, ટપોરી બની રહ્યા છે, ખલનાયક બની રહ્યા છે, કોમેડી કરી રહ્યા છે, પોતાનાથી થતાં તમામ પ્રયત્નો કરી રહ્યા છે, ફિલ્મના મેકિંગમાં પણ સુધારો થઈ રહ્યો છે. હા, હજુ થોડી ફિલ્મ્સ ખરાબ પણ બની રહી છે, પણ એ તો નજર ન લાગે એ માટે કાળા ટપકાં સમાન !! ( જો કે, આ કાળું ટપકું જરાં મોટું છે એ કડવી હકીકત છે !) ફિલ્મ્સ સારી બનશે તો બેસીને જોવા લાયક થિયેટર પણ મળશે.. અને તેવા સારા ફિલ્મ તથા સારા થિયેટર હોય તો દર્શકોને જોવા જવાનો શો વાંધો હોય ? તો કહો જોઈએ કેવી લાગી ઢોલિવૂડની બદલાતી તસવીરની તાસીર ?
જે બદલાશે એજ મલકાશે.... વતઁમાન થી સ્વતંત્ર કોઇ ભવિષ્ય નથી.
ReplyDeleteવ્યાપારની ભાષા ગુજરાતી, ફિલ્મી સંવાદની ભાષા કંઇ રીતે બને? તેવું ગુજરાતની કોઇ યુનિવસિઁટીનાં સંશોધકે શોધવાનો પ્રયાસ નથી કયોઁ, એ કરવો પડશે. આજે ટપોરી લેંગ્વેજ ઉપર પી.એચ,ડી થઇ રહ્યું છે. ગુજરાતી અદભૂત નાટકોમાંથી પ્રરણા લેવી પડશે, જેમ મરાઠી ફિલ્મોએ મરાઠી રંગમંચ માંથી લીધી છે, એમ.... જીતેન્દ્રભાઇ તમારી પૈની નજરથી ગુજરાતી ફિલ્મનું વિહંગાવલોકન દાદ મેળવી જાય છે, તેની ભીતરમાં આપનો સજઁક બોલી રહ્યો છે. ....પોસ્ટ માટે આ નાચીઝ આપનો આભાર માને છે.
@Jash.. ગુજરાતી સિનેમાની નવી વાત હંમેશા આપના સુધી પહોંચતી રહે એ માટેના તમામ પ્રયત્નનું સાતત્ય જળવાતું રહેશે...
ReplyDeletesaras PRAYATNA...
ReplyDeletehaju jung jamva no chhhe.
rah juo, moj padi jase.
savji chaudhary,
A-men media & creation.
A'bad.
જીતેન્દ્રભાઈ સરસ જાણકારી જાણી ઘણું નવું જાણવા મળ્યું .
ReplyDeleteGUJARATI FILMO MATE SARI MAHITI CHE
ReplyDelete