Thursday 22 November 2012

પ્રિય દોસ્તો... 
કેમ છો.. ?
આમ તો આ નાહકનો સવાલ છે, જો કે, હકનો'ય સવાલ તો કહેવાય જ આ... 
તમે ભલે મજામાં હો... પણ.. કેમ છો.. ? એમ તો પૂછવું જ રહ્યુ.. 
ખેર... સીધો મુદ્દાની વાત પર આવુ.... ઘણા સમયે આજે બ્લોગ પર લખવા બેઠો છુ... વાતો ઘણી ભેગી થઈ છે ગુજરાતી ફિલ્મ વિશે લખવાની.... કેટલાય નવા વિષયો મનમાં ચકરાવે ચડ્યા છે, એને શબ્દે બાંધીને આ બ્લોગ પર ઉતારીશ.. ત્યારે એ વિચારોને.. અને મને.. બેઉને.. હાશકારો થશે. 
પણ.. 
જરાંક મુશ્કેલી છે..
મારા વિષયો અને તમારી સાથેની વાતોને 'રાજકારણ' નડી રહ્યુ છે.
કારણ વગર હું લખતો નથી એવું નથી.. પણ કારણ કે... રાજકારણ છે.. એટલે અત્યારે લખવાનો વખત રહેતો નથી.. હવે તો બસ આ ચૂંટણી જાય.. ને પરિણામો આવે... ને બની જાય નવી સરકાર.. બસ પછી કોની દરકાર... નિરાંતે લખાશે... 
મને ગમતા... 
તમને ગમતા.. 
ગુજરાતી ફિલ્મોને પોતીકી માનતા તમામ ગુજરાતીઓને ગમતા વિષય પર મારા જ શબ્દોમાં જરૂર લખાશે.
પત્રકાર ખરો ને.. એટલે ચૂંટણી ટાણે એવા તો સમય મય થઈ જઈએ કે સમય જ ના રહે.. 
ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારોની યાદી બહાર પડેલી,.. ને હજુ હમણાં જ ભાજપના ઉમેદવારોની યાદી બહાર પડી.. તોય તમને યાદી પાઠવવા હું આવ્યો છુ. 
ખેર... જલદી મળીશું..
જિતેન્દ્ર બાંધણિયા



Monday 25 June 2012

ગુજરાતી ફિલ્મ સારી નથી એમ હવે કેવી રીતે કહીશ.. !!

               ગુજરાતી ફિલ્મ્સ પ્રત્યે દર્શકોને સુગ છે, એ વાત ને ખોટી પાડે છે, નવી ગુજરાતી ફિલ્મ, કેવી રીતે જઈશ. આ ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ બાદ એમ કહી શકાય કે જો દર્શકોને સારું અપાય તો એ ગુજરાતી ફિલ્મ જોવી પણ પસંદ કરે છે. અઠવાડિયા બાદ પણ આ ફિલ્મની ટિકીટ માટે દર્શકો પડાપડી કરે એ ગુજરાતી ફિલ્મ જગત માટે સારી શરૂઆતના શ્રી ગણેશ છે. 

વાર્તા
based on a true story
based on many true stories
ફિલ્મના અંતે આવતા આ બે વાક્ય ખરા અર્થમાં આ ફિલ્મની કહાણી છે. વિદેશ જવાની ઘેલછા ધરાવતા અનેક હરીશોને આ ફિલ્મ પોતાની કહાણી લાગશે ( હરીશ આ ફિલ્મ નો હીરો છે )  વિદેશ જવાના અધૂરા રહેલા સ્વપ્નાને બાપ, વાયા દીકરા સંતોષવાની ઈચ્છા રાખે, અને એ માટે જે જે કંઈ કરવા તૈયાર થાય છે, એ જ બાબતને પ્રશાંત પટેલ અને અનીશ શાહ દ્વારા આ ફિલ્મની કહાણીમાં બતાવવામાં આવી છે.
સંવાદ
રૂટીન લાઇફમાં બોલાતી રીતે જ બોલાયા છે ફિલ્મના સંવાદ.. એટલે સંવાદો ફિલ્મી લાગવાને બદલે પોતાના લાગે છે. ખાસ કરીને યંગસ્ટર્સને તો આ ફિલ્મના સંવાદો પોતાની સ્ટાઈલના જ લાગશે. ( બરાબરને બકા !! )
ગીત- સંગીત
ગીત અને સંગીત પણ છે અફલાતુન. આમ પણ રઈશ મનીયાર, જૈનીશ પંચાલ, વિવેક ટેલરની કલમનો જાદુ હોય  અને મેહુલ સુરતી તથા વિશ્વેશ પરમારનું સંગીત હોય એટલે 'વાહ' કીધા વિના કેવી રીતે રહીશ !!
અભિનય
વિદેશ જઈ મોટેલકિંગ બનવાના સપના રાખતો અને  'પેશન'થી ભર્યો ભર્યો હરીશ(સ!) હોય કે, એને પ્રેમ કરતી એનઆરઆઈ આયુષી, કે પછી બાકીના કોઈ પણ કિરદારને લઇ લો...  દરેક પાત્ર પોતાની ભૂમિકાને દમદાર રીતે નિભાવવામાં સફળ થયેલા પરદા પર દેખાય છે.
દિગ્દર્શન દિગ્દર્શનની બાબતે અભિષેક જૈન લઇ જાય છે ફૂલ ટૂ દાદ.. ફિલ્મનો સુકાની સારો તો ફિલ્મની નૈયા પાર થઇ જ સમજો. કેવી રીતે જઈશ..ની નાવને  અભિષેક જૈને સુપેરે પાર પાડી છે. મેકિંગની બાબતે ફિલ્મ સો ટકા ગમે તેવી છે.  અને ખાસ તો હું અમદાવાદીઓને કહીશ, અમદાવાદને આ ફિલ્મમાં જેટલું સારી રીતે બતાવ્યું છે, એટલું કોઈ ફિલ્મમાં નથી બતાવાયું. દરેક ફ્રેમ કંઈક ને કંઈક કહી જાય છે. અભિષેક સાથે સિનેમેટ્રોગ્રાફર પુશ્કરસિંહની પણ નોંધ લેવી જ પડે..
છેલ્લે.. છેલ્લે..
બેટર હાફ, મોહનના મન્કીઝ, ચાર, વીર હમીરજી આ દરેક ફિલ્મમાં નવું કરવાનો પ્રયાસ કરાયો. મલ્ટીપ્લેક્ષ ઓડીયન્સને ખેચવાનો પ્રયત્ન કરાયો.. એ ફિલ્મોએ નવું કર્યું હોવાની ચર્ચાઓ ઘણી થઇ પણ કેવી રીતે જઈશ જેટલો પ્રતિસાદના મળી શક્યો. છતાં નિરાશા વિના એ દરેક ફિલ્મના મેકર્સ દ્વારા નવું કરવાનો પ્રયત્ન થતો રહ્યો, અને એ પ્રયત્નના અંતે એક આવી સરસ મજાની ફિલ્મ મળી એનો આનંદ  છે.. હવે વધુ આવી થોડી ફિલ્મ્સ આવે તો ગુજરાતી ફિલ્મની દશા અને દિશા બદલાતા કોઈ નહિ રોકી શકે..   ગુજરાતી ફિલ્મ નથી સારી હોતી એમ કહેનાર અને ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રયોગો ના ચાલે એમ કહેનારે આ ફિલ્મ અચૂક જોવી.. ફિલ્મ જોયા પછી કોઈ નહિ કહે કે, ગુજરાતી ફિલ્મ કેવી રીતે જોઇશ..  વેલડન, અભિષેક... હવે આપની ટીમ પાસેથી દર્શકોને રહેશે નવી ફિલ્મની રાહ...  

Sunday 6 May 2012

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ


દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ સાથે નરેશ કનોડિયા
ગુજરાતી સિને જગતના મિલેનિયમ મેગાસ્ટારનું બિરુદ મેળવનાર અને ગુજરાતી સિનેમાના શહેનશાહ ગણાતા નરેશ કનોડિયાને દાદા સાહેબ એકેડમી એવોર્ડ એનાયત કરાયો છે. ગુજરાતી સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન બદલ આ સન્માન મેળવ્યા બાદ નરેશ કનોડિયાએ સન્માનને વધાવતા દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડને પોતાના જીવનનું શ્રેષ્ઠ સન્માન લેખાવ્યું હતુ.
110 કરતા વધારે ગુજરાતી ફિલ્મમાં અદાકારી કરીને, ગુજરાતી સિને જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર નરેશ કનોડિયા ગુજરાતી સિનેમામાં એક સિમાચિહ્નન રૂપ છે ત્યારે તેમને મળેલો દાદા સાહેબ એકેડમી એવોર્ડ તેમના એ સિમાચિહ્નનમાં વધુ એક સિદ્ધિ સ્વરૂપ છે. અત્યાર સુધી શ્રેષ્ઠ અભિનેતા તરીકે અનેક વખત સન્માન પામી ચૂકેલા નરેશ કનોડિયાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ,  તેમના દ્વારા ગુજરાતી સિનેમાના કરાયેલા પ્રતિનિધિત્વ અને એમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. આ સન્માન બાદ નરેશ કનોડિયાએ દાદા સાહેબ એવોર્ડ એકેડમીનો આભાર વ્યક્ત કરતા ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, હું હજુયે કશું જ નથી, હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને ઘણું શીખવાનું બાકી છે. અભિનય હોય કે તલવારબાજી કે પછી સ્વીમીંગ કે અદાકારીનું કોઈ પણ પાસું હોય..તેઓ ક્યાંય શીખવા ગયા નથી. જે વખતે જે કામ સોંપાયું તે કામ ભગવાનના નામ સાથે પાર પાડ્યું છે. આ એવોર્ડથી સન્માનિત કરાયા એનો હર્ષ છે.હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્રને 100 વર્ષ પૂરા થયાનાં જ દિવસે યોજાયેલા એવોર્ડ સમારોહમાં આ એવોર્ડ નરેશ કનોડિયાને એનાયત કરાયો.

Wednesday 4 April 2012

હિતુ મારશે હેટ્રિક ?


કાયદો ફિલ્મમાં ખાકી લૂકમાં હિતુએ રંગ જમાવ્યો છે. કાયદોમાં પૂનીત પરમારના કિરદારમાં દેખાયા બાદ હવે હિતુ ફરી એક વાર ખાકી લૂકમાં જોવા મળશે. આ વખતે હિતુના કિરદારનું નામ છે સૂરજસિંહ ચૌહાણ. સૂરજસિંહ ચૌહાણનું કિરદાર દર્શકોને ફિલ્મ પ્રીતને કાજે મે જગથી બાંધ્યા વેરમાં જોવા મળશે.  લાગે છે કે, કાયદોમાં દર્શકોએ હિતુને ખાકી લૂકમાં પસંદ કરવાને કારણે હિતુને પણ ખાકી લૂકનો જાણે ચસ્કો લાગ્યો છે.  એટલે જ વધુ એક ફિલ્મમાં હિતુએ આ પ્રકારના કિરદાર માટે હા કહી હોઈ શકે.  ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયા પણ આ પહેલા ખાકી લૂકની હેટ્રિક મારી ચૂક્યા છે. દલડુ દીધુ મે કારતકના મેળામાં, રાજવીર અને કાયદો એમ એક પછી એક ત્રણ રિલિઝ થયેલી ફિલ્મમાં પોલીસ અધિકારીના કિરદારમાં દેખાઈને નરેશ કનોડિયાએ ખાકી લૂકની હેટ્રીક લગાવી હતી... ત્યારે હવે હિતુ પણ એક પછી એક આ બીજી ફિલ્મમાં ખાકી લૂકમાં તો છે જ... ત્યારે શું એ કોઈ વધુ એક ફિલ્મમાં આ પ્રકારનો જ રોલ સ્વીકારીને નરેશ કનોડિયાની જેમ હેટ્રિક લગાવશે કે કેમ ? તેવી ચર્ચા હિતુના ચાહકોમાં થઈ રહી છે.
પ્રીતને કાજે જગથી બાંધ્યા મે વેર નામની આ ફિલ્મમાં હિતુ સાથે કિરણ આચાર્ય જોડી જમાવશે. આ જોડી છેલ્લે રાજવીરમાં જોવા મળી હતી. તો સાથે જ આ ફિલ્મમાં રઝા મુરાદ અને ફિરોઝ ઈરાની સહિતના કલાકારો પણ જોવા મળશે. 
( સૌજન્ય : www.dhollywoodfilms.com )

Wednesday 21 March 2012

કલાની કદર એ જ અવોર્ડ - સન્માન મેળવનાર સૌને અભિનંદન

        ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ - 2011 સંપન્ન થવા સાથે સન્માનનો એક દાયકો પૂર્ણ થયો છે અને 11મો સન્માન સમારોહ પણ સંપન્ન થઈ ચૂક્યો છે. આ સમારોહમાં સન્માનિત થયેલા ગુજરાતી કલાકારોના નામ જાણવાની ઘેલછા ઘણાં બધા લોકોને હશે. પણ દરેક સુધી સન્માન મેળવી ચૂકેલા દરેક કલાકારના નામ નહી પહોચ્યા હોય. એવાં ચાહકો માટે મારા બ્લોગમાં આપી રહ્યો છુ. 
વિજેતા - નાટક ( ગુજરાત )

શ્રેષ્ઠ લેખક - નાટક ( ગુજરાત )
દિલીપ રાવલ - સંબંધ સાત જન્મના

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - નાટક ( ગુજરાત )
પલક મહેતા - મારા સપનાનો રાજકુમાર

શ્રેષ્ઠ સહાયક અભિનેતા  - નાટક ( ગુજરાત )
રણધીરસિંહ - રમણ - ભમણ

શ્રેષ્ઠ અભિનેતા  - નાટક ( ગુજરાત )
મહેશ વૈદ્ય - ચાલો ૨૦-૨૦ રમીએ

શ્રેષ્ઠ અભિનેત્રી - નાટક ( ગુજરાત )
જૈમિની ત્રિવેદી - સંબંધ સાત જન્મના

શ્રેષ્ઠ દિગ્દર્શક - નાટક ( ગુજરાત )
વિપુલ શર્મા - સંબંધ સાત જન્મના

શ્રેષ્ઠ નાટક  -  ગુજરાત
સંબંધ સાત જન્મના
ફ્રેન્ડસ થિયેટર ગ્રુપ - ( વિપુલ શાહ / ચેતન ગાંધી )

શ્રેષ્ઠ લેખક - નાટક ( મુંબઈ )
મિહિર ભૂતા – સરદાર

શ્રેષ્ઠ દ્રશ્ય રચના નાટક ( મુંબઈ )
છેલ પરેશ સંકેત

શ્રેષ્ઠ પ્રકાશ રચના નાટક ( મુંબઈ )
પ્રિતેશ સોઢા – કમલેશ મોતા – કોરટ

શ્રેષ્ઠ સંગીતકાર નાટક ( મુંબઈ )
આલાપ દેસાઈ – મીરાં

શ્રેષ્ઠ હાસ્ય કલાકાર નાટક ( મુંબઈ )
આશિષ ભટ્ટ – જીવવું તો વટથી જ

શ્રેષ્ઠ સહાયક અભિનેતા  - નાટક ( મુંબઈ )
પ્રેમ ગઢવી – 102 નોટ આઉટ

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - નાટક ( મુંબઈ )
પલ્લવી પાઠક – દિકરો મારો લાજવાબ છે

શ્રેષ્ઠ અભિનેતા  - નાટક ( મુંબઈ )
પરેશ રાવલ – ડિયર ફાધર

શ્રેષ્ઠ અભિનેતા  - નાટક ( મુંબઈ )
વેદિશ ઝવેરી – સરદાર

શ્રેષ્ઠ અભિનેત્રી - નાટક ( મુંબઈ )
કેતકી દવે – અમરેલીથી અમેરિકા

શ્રેષ્ઠ દિગ્દર્શક - નાટક ( મુંબઈ )
દિનકર જાની – ડિયર ફાધર

શ્રેષ્ઠ નાટક  -  મુંબઈ
ડિયર ફાધર, આંગીકમ, સ્વરૂપ સંપટ

શ્રેષ્ઠ નાટક  -  મુંબઈ
સરદાર અગમ પ્રોડક્ષન, હેમંત પિઠડિયા

વિજેતા - ફિલ્મ
શ્રેષ્ઠ કથા - ફિલ્મ
નૈતિક રાવલ - ચાર

શ્રેષ્ઠ પટકથા - ફિલ્મ
નૈતિક રાવલ - ચાર

શ્રેષ્ઠ સંવાદ - ફિલ્મ
કિશોર સચદેવ - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ કેમેરામેન  - ફિલ્મ
મનીષ વ્યાસ - ગોરી લઇ જઉં તને હું આજકાલમાં 

શ્રેષ્ઠ સંકલન  - ફિલ્મ
કનુ પ્રજાપતિ - રાજવીર - રહસ્યમય પ્રેમકથા

શ્રેષ્ઠ ગીતકાર  - ફિલ્મ
ડૉ. વિરંચી ત્રિવેદી - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક  - ફિલ્મ
મૌલિક મહેતા / રાહુલ મુંજારિયા 
મન મોર બની થનગાટ કરે

શ્રેષ્ઠ ગાયક  - ફિલ્મ
દીપક જોશી - મન મોર બની થનગાટ કરે

શ્રેષ્ઠ ગાયિકા - ફિલ્મ
કીર્તન ભાગવત - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશક - ફિલ્મ
રાજુ નાયડુ - મન મોર બની થનગાટ કરે

શ્રેષ્ઠ સહાયક અભિનેતા  - ફિલ્મ
ફિરોઝ ઈરાની - પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે

શ્રેષ્ઠ સહાયક અભિનેતા  - ક્રિટિક અવોર્ડ - ફિલ્મ
ભરત ઠક્કર -  મન મોર બની થનગાટ કરે

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - ફિલ્મ
મીનલ કર્પે - હું પ્રેમી નંબર ૧

શ્રેષ્ઠ ખલનાયક - ફિલ્મ
ઈમ્તિયાઝ શેખ - પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે

શ્રેષ્ઠ બાળ કલાકાર  - ફિલ્મ
દર્શન - તીર્થ
દલડું દીધું મેં કારતકના મેળામાં

શ્રેષ્ઠ બાળ કલાકાર  - ફિલ્મ
ધારા અમરેલીયા  - વહેલો આવજે મારા વીર

શ્રેષ્ઠ બાળ કલાકાર  - ફિલ્મ
નીરવ મહેતા - વહેલો આવજે મારા વીર

શ્રેષ્ઠ અભિનેતા  - ફિલ્મ
હિતેન કુમાર - ચાર

શ્રેષ્ઠ અભિનેતા  - ૧૦ વર્ષના સર્વોત્તમ અવોર્ડ વિજેતા
હિતુ કનોડિયા

શ્રેષ્ઠ અભિનેતા  - ક્રિટિક અવોર્ડ - ફિલ્મ
ચંદન રાઠોડ - પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે

શ્રેષ્ઠ અભિનેત્રી  - ફિલ્મ
લાજવંતી - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ અભિનેત્રી  - ક્રિટિક અવોર્ડ - ફિલ્મ
કિરણ આચાર્ય - રાજવીર - રહસ્યમય પ્રેમકથા

શ્રેષ્ઠ દિગ્દર્શક  - ફિલ્મ
દિનેશ લાંબા - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ ફિલ્મ
ચાર - ખંજન ઠુંબર

વિજેતા ટીવી સિરીયલ
શ્રેષ્ઠ સંગીતકાર ( શીર્ષક ગીત ) ટીવી સિરીયલ
ઉદય મજમુદાર નરસિંહ મહેતા

શ્રેષ્ઠ લેખક - ટીવી સિરીયલ
જિતેશ પટેલ મોટી બા

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - ટીવી સિરીયલ
ચિત્રા વ્યાસ છુટાછેડા

શ્રેષ્ઠ સહાયક અભિનેતા - ટીવી સિરીયલ
રાગી જાની મોટી બા

શ્રેષ્ઠ અભિનેતા - ટીવી સિરીયલ
માનસ શાહ છુટા છેડા

શ્રેષ્ઠ અભિનેત્રી - ટીવી સિરીયલ
મોના થીબા છુટા છેડા

શ્રેષ્ઠ દિગ્દર્શક - ટીવી સિરીયલ
સંદીપ પટેલ મોટી બા

શ્રેષ્ઠ ટીવી સિરીયલ
છુટા છેડા મીના ઘીવાલા પ્રોડક્ષન

વિજેતા સ્પેશ્યલ અવોર્ડ

લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડ પુરુષ
શ્રી હની છાયા

લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડ સ્ત્રી
ઝંખના દેસાઈ

ધીરુભાઈ અંબાણી મેમોરિયલ અવોર્ડ
શ્રી ઉમંગભાઈ ઠક્કર ( ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સ )

ટ્રાન્સમીડિયા વિશેષ અવોર્ડ
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ
ખૂશ્બુ ગુજરાત કી ( બેસ્ટ એડવર્ટાઈઝિંગ કેમ્પેઈન )

મહારથી અવોર્ડ
શ્રી વિપુલ એ. શાહ ( હિન્દી ફિલ્મ દિગ્દર્શક નિર્માતા )

ટ્રાન્સમીડિયા વિશેષ અવોર્ડ
શ્રી ધર્મેશ મહેતા
દિગ્દર્શક નિર્માતા ( આર કે લક્ષ્મણ કી દુનિયા )

શ્રી મહેશ નરેશ વિશેષ અવોર્ડ
શ્યામલ સૌમિલ આરતી મુન્શી ( ગાયક સંગીતકાર )

ટ્રાન્સમીડિયા આલ્બમ અવોર્ડ
બોલ પુતર ગંગા ( જયકર ભોજક )

ટ્રાન્સમીડિયા પોપ્યુલર આલ્બમ અવોર્ડ
ભલા મોરી રામા ( અરવિંદ વેગડા )

ટ્રાન્સમીડિયા સરપ્રાઈઝ અવોર્ડ
ઈવેન્ટ ડાયરેક્ટર ભરત જોષી

સન્માન મેળવનાર તમામ કલાકારને
અભિનંદન.... અભિનંદન..... અભિનંદન....