Wednesday 21 March 2012

કલાની કદર એ જ અવોર્ડ - સન્માન મેળવનાર સૌને અભિનંદન

        ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ - 2011 સંપન્ન થવા સાથે સન્માનનો એક દાયકો પૂર્ણ થયો છે અને 11મો સન્માન સમારોહ પણ સંપન્ન થઈ ચૂક્યો છે. આ સમારોહમાં સન્માનિત થયેલા ગુજરાતી કલાકારોના નામ જાણવાની ઘેલછા ઘણાં બધા લોકોને હશે. પણ દરેક સુધી સન્માન મેળવી ચૂકેલા દરેક કલાકારના નામ નહી પહોચ્યા હોય. એવાં ચાહકો માટે મારા બ્લોગમાં આપી રહ્યો છુ. 
વિજેતા - નાટક ( ગુજરાત )

શ્રેષ્ઠ લેખક - નાટક ( ગુજરાત )
દિલીપ રાવલ - સંબંધ સાત જન્મના

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - નાટક ( ગુજરાત )
પલક મહેતા - મારા સપનાનો રાજકુમાર

શ્રેષ્ઠ સહાયક અભિનેતા  - નાટક ( ગુજરાત )
રણધીરસિંહ - રમણ - ભમણ

શ્રેષ્ઠ અભિનેતા  - નાટક ( ગુજરાત )
મહેશ વૈદ્ય - ચાલો ૨૦-૨૦ રમીએ

શ્રેષ્ઠ અભિનેત્રી - નાટક ( ગુજરાત )
જૈમિની ત્રિવેદી - સંબંધ સાત જન્મના

શ્રેષ્ઠ દિગ્દર્શક - નાટક ( ગુજરાત )
વિપુલ શર્મા - સંબંધ સાત જન્મના

શ્રેષ્ઠ નાટક  -  ગુજરાત
સંબંધ સાત જન્મના
ફ્રેન્ડસ થિયેટર ગ્રુપ - ( વિપુલ શાહ / ચેતન ગાંધી )

શ્રેષ્ઠ લેખક - નાટક ( મુંબઈ )
મિહિર ભૂતા – સરદાર

શ્રેષ્ઠ દ્રશ્ય રચના નાટક ( મુંબઈ )
છેલ પરેશ સંકેત

શ્રેષ્ઠ પ્રકાશ રચના નાટક ( મુંબઈ )
પ્રિતેશ સોઢા – કમલેશ મોતા – કોરટ

શ્રેષ્ઠ સંગીતકાર નાટક ( મુંબઈ )
આલાપ દેસાઈ – મીરાં

શ્રેષ્ઠ હાસ્ય કલાકાર નાટક ( મુંબઈ )
આશિષ ભટ્ટ – જીવવું તો વટથી જ

શ્રેષ્ઠ સહાયક અભિનેતા  - નાટક ( મુંબઈ )
પ્રેમ ગઢવી – 102 નોટ આઉટ

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - નાટક ( મુંબઈ )
પલ્લવી પાઠક – દિકરો મારો લાજવાબ છે

શ્રેષ્ઠ અભિનેતા  - નાટક ( મુંબઈ )
પરેશ રાવલ – ડિયર ફાધર

શ્રેષ્ઠ અભિનેતા  - નાટક ( મુંબઈ )
વેદિશ ઝવેરી – સરદાર

શ્રેષ્ઠ અભિનેત્રી - નાટક ( મુંબઈ )
કેતકી દવે – અમરેલીથી અમેરિકા

શ્રેષ્ઠ દિગ્દર્શક - નાટક ( મુંબઈ )
દિનકર જાની – ડિયર ફાધર

શ્રેષ્ઠ નાટક  -  મુંબઈ
ડિયર ફાધર, આંગીકમ, સ્વરૂપ સંપટ

શ્રેષ્ઠ નાટક  -  મુંબઈ
સરદાર અગમ પ્રોડક્ષન, હેમંત પિઠડિયા

વિજેતા - ફિલ્મ
શ્રેષ્ઠ કથા - ફિલ્મ
નૈતિક રાવલ - ચાર

શ્રેષ્ઠ પટકથા - ફિલ્મ
નૈતિક રાવલ - ચાર

શ્રેષ્ઠ સંવાદ - ફિલ્મ
કિશોર સચદેવ - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ કેમેરામેન  - ફિલ્મ
મનીષ વ્યાસ - ગોરી લઇ જઉં તને હું આજકાલમાં 

શ્રેષ્ઠ સંકલન  - ફિલ્મ
કનુ પ્રજાપતિ - રાજવીર - રહસ્યમય પ્રેમકથા

શ્રેષ્ઠ ગીતકાર  - ફિલ્મ
ડૉ. વિરંચી ત્રિવેદી - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક  - ફિલ્મ
મૌલિક મહેતા / રાહુલ મુંજારિયા 
મન મોર બની થનગાટ કરે

શ્રેષ્ઠ ગાયક  - ફિલ્મ
દીપક જોશી - મન મોર બની થનગાટ કરે

શ્રેષ્ઠ ગાયિકા - ફિલ્મ
કીર્તન ભાગવત - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશક - ફિલ્મ
રાજુ નાયડુ - મન મોર બની થનગાટ કરે

શ્રેષ્ઠ સહાયક અભિનેતા  - ફિલ્મ
ફિરોઝ ઈરાની - પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે

શ્રેષ્ઠ સહાયક અભિનેતા  - ક્રિટિક અવોર્ડ - ફિલ્મ
ભરત ઠક્કર -  મન મોર બની થનગાટ કરે

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - ફિલ્મ
મીનલ કર્પે - હું પ્રેમી નંબર ૧

શ્રેષ્ઠ ખલનાયક - ફિલ્મ
ઈમ્તિયાઝ શેખ - પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે

શ્રેષ્ઠ બાળ કલાકાર  - ફિલ્મ
દર્શન - તીર્થ
દલડું દીધું મેં કારતકના મેળામાં

શ્રેષ્ઠ બાળ કલાકાર  - ફિલ્મ
ધારા અમરેલીયા  - વહેલો આવજે મારા વીર

શ્રેષ્ઠ બાળ કલાકાર  - ફિલ્મ
નીરવ મહેતા - વહેલો આવજે મારા વીર

શ્રેષ્ઠ અભિનેતા  - ફિલ્મ
હિતેન કુમાર - ચાર

શ્રેષ્ઠ અભિનેતા  - ૧૦ વર્ષના સર્વોત્તમ અવોર્ડ વિજેતા
હિતુ કનોડિયા

શ્રેષ્ઠ અભિનેતા  - ક્રિટિક અવોર્ડ - ફિલ્મ
ચંદન રાઠોડ - પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે

શ્રેષ્ઠ અભિનેત્રી  - ફિલ્મ
લાજવંતી - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ અભિનેત્રી  - ક્રિટિક અવોર્ડ - ફિલ્મ
કિરણ આચાર્ય - રાજવીર - રહસ્યમય પ્રેમકથા

શ્રેષ્ઠ દિગ્દર્શક  - ફિલ્મ
દિનેશ લાંબા - તું જ મારી જિંદગી

શ્રેષ્ઠ ફિલ્મ
ચાર - ખંજન ઠુંબર

વિજેતા ટીવી સિરીયલ
શ્રેષ્ઠ સંગીતકાર ( શીર્ષક ગીત ) ટીવી સિરીયલ
ઉદય મજમુદાર નરસિંહ મહેતા

શ્રેષ્ઠ લેખક - ટીવી સિરીયલ
જિતેશ પટેલ મોટી બા

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - ટીવી સિરીયલ
ચિત્રા વ્યાસ છુટાછેડા

શ્રેષ્ઠ સહાયક અભિનેતા - ટીવી સિરીયલ
રાગી જાની મોટી બા

શ્રેષ્ઠ અભિનેતા - ટીવી સિરીયલ
માનસ શાહ છુટા છેડા

શ્રેષ્ઠ અભિનેત્રી - ટીવી સિરીયલ
મોના થીબા છુટા છેડા

શ્રેષ્ઠ દિગ્દર્શક - ટીવી સિરીયલ
સંદીપ પટેલ મોટી બા

શ્રેષ્ઠ ટીવી સિરીયલ
છુટા છેડા મીના ઘીવાલા પ્રોડક્ષન

વિજેતા સ્પેશ્યલ અવોર્ડ

લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડ પુરુષ
શ્રી હની છાયા

લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડ સ્ત્રી
ઝંખના દેસાઈ

ધીરુભાઈ અંબાણી મેમોરિયલ અવોર્ડ
શ્રી ઉમંગભાઈ ઠક્કર ( ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સ )

ટ્રાન્સમીડિયા વિશેષ અવોર્ડ
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ
ખૂશ્બુ ગુજરાત કી ( બેસ્ટ એડવર્ટાઈઝિંગ કેમ્પેઈન )

મહારથી અવોર્ડ
શ્રી વિપુલ એ. શાહ ( હિન્દી ફિલ્મ દિગ્દર્શક નિર્માતા )

ટ્રાન્સમીડિયા વિશેષ અવોર્ડ
શ્રી ધર્મેશ મહેતા
દિગ્દર્શક નિર્માતા ( આર કે લક્ષ્મણ કી દુનિયા )

શ્રી મહેશ નરેશ વિશેષ અવોર્ડ
શ્યામલ સૌમિલ આરતી મુન્શી ( ગાયક સંગીતકાર )

ટ્રાન્સમીડિયા આલ્બમ અવોર્ડ
બોલ પુતર ગંગા ( જયકર ભોજક )

ટ્રાન્સમીડિયા પોપ્યુલર આલ્બમ અવોર્ડ
ભલા મોરી રામા ( અરવિંદ વેગડા )

ટ્રાન્સમીડિયા સરપ્રાઈઝ અવોર્ડ
ઈવેન્ટ ડાયરેક્ટર ભરત જોષી

સન્માન મેળવનાર તમામ કલાકારને
અભિનંદન.... અભિનંદન..... અભિનંદન....







Sunday 18 March 2012

Coming Back - લાંબા સમય બાદ મળ્યો સમય..

દોસ્તો.....
Sorry....
ઘણાં લાંબા સમયથી ગુજરાતી ફિલ્મ્સ પરના એક માત્ર બ્લોગ પર તમને અપડેટ્સ નહી આપવા બદલ. ઘણાં બધા મિત્રોના મેઈલ અને મેસેજીસ મળતાં હતા. બ્લોગ પર નવું લખાણ ન હોવા અંગે ફરિયાદો મળતી હતી. બસ હવે એ ફરિયાદોનો સમજી લો અંત... કેમ કે, આ વખતે દૃઢ પણ નક્કી કર્યુ છે કે, ગમે તે થાય.. ગુજરાતી ફિલ્મ્સના રિવ્યુથી માંડીને તમામ અપડેટ્સ ફરીથી તમારી સમક્ષ મુકતો જઈશ. ને હા.. હવેથી રેગ્યુલર રહેવાનું પ્રોમિસ પણ કરુ છુ દોસ્તો. 
મને ખુદને બ્લોગ પર નિયમિત ન લખી શકવાનો વસવસો છે, પણ વ્યસ્તતાઓની વચ્ચે વસવસો વિસરાઈ ગયો હતો.. લખવાનું ઘણુંયે મન હતુ છતાંયે નહોતો લખી શકતો કે નહોતો વીડિયો અપલોડ કરી શકતો હતો. ખેર, એ બધાની વચ્ચે આપના તરફથી સતત આ બ્લોગ પર ક્લીક થતી રહી... કંઈક લખાયું હશે એ જોવા માટે ક્લીક કરતા રહ્યા.. એ મને તેની વધી રહેલી ક્લીકના આંકડાઓ પરથી જાણવા મળ્યું. એટલે હવેથી મળતા રહીશું.. શબ્દોના માધ્યમથી...