ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે ફિલ્મ 'સુપરસ્ટાર'.
'સુપરસ્ટાર'...
વિશે લખવાનું કારણ એ છે કે, આ ફિલ્મ બોક્સઓફિસ પર પણ 'સુપરસ્ટાર' બની રહી
છે. આ હું નથી કહેતો... આ બોક્સઓફિસના આંકડા કહે છે. પહેલા
વીકમાં 35.61 લાખ, બીજા અઠવાડિયે 30.25 લાખ, ત્રીજા અઠવાડિયે 42.30 લાખ,
ચોથા અઠવાડિયા 52 લાખ... પાંચમાં અઠવાડિયાના આંકડા મારે મેળવવાના બાકી...
ને કાલે તો છઠ્ઠા અઠવાડિયાના પણ આંકડા આવી જશે.... ક્રમશ: દરેક અઠવાડિયે
ગુજરાતી ફિલ્મના આંકડા વધતા આવે... એ વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે
સારી ગણાય... જો કે, આ આંકડાઓ આવે એ પહેલા બીજી એક સારી વાત એ સામે આવી કે
હવે આપણી ગુજરાતી ફિલ્મ 'સુપરસ્ટાર' હવે બોલિવૂડ તરફ એન્ટ્રી કરી રહી છે,
રિમેકના રસ્તે...... અને અફકોર્સ ફિલ્મ સાથે ધ્રૃવિન પણ બોલિવૂડમાં કદમ
માંડશે... 'સુપરસ્ટાર' પરથી હિન્દી ફિલ્મ બને એટલે તેમાં જરૂર મુજબ કદાચમાં
સ્ટોરીમાં થોડાં ઘણાં ફેરફાર થઈ શકે. પરંતુ ગુજરાતી ફિલ્મ પરથી હિન્દી
ફિલ્મ બનાવવામાં આવે, એ વાત જ મજ્જાની છે. ગુજરાતી સિનેમામાં સાત વીકનું
સામ્રાજ્ય જમાવ્યા બાદ હજુ ફિલ્મ
ચાલી રહી છે ત્યારે જ આ સમાચાર આવ્યા કે, ધ્રુવિનના કદમ હવે બોલિવૂડના
રસ્તે આગળ વધી રહ્યા છે.
એટલે જેને હજુ આ ફિલ્મ જોવાની બાકી હોય તેના કદમ થિયેટર તરફ આગળ વધે એવું
થશે.. બરાબર ને.. ?
ઈમોશન સાથે થ્રીલરને બરાબર ભેળવીને
લખાયેલી સુપરસ્ટારની વાર્તા, તેનુું મેકિંગ.. ધ્રૃવિન અને રશ્મી દેસાઈનો
અભિનય, પાર્થ ભરત ઠક્કરનું સંગીત, ટાઈટલ ટ્રેકમાં અરવિંદ વેગડાની ધમાલ,
અરમાન મલિક અને શેખર જેવા જાણીતા સિંગરે ગાયેલા ગીત, તેમજ અન્ય ઘણાં બધા
એવા પાસા છે કે, જે ફિલ્મ જોનાર પસંદ કરી રહ્યા છે.
ફિલ્મ જોયા બાદ ( પ્રિમિયરમાં નહી, ટિકિટ ખરીદીને..! ) ધ્રૃવિનને સવાલ કરેલો.. કે, પહેલી જ ફિલ્મમાં 6 વર્ષના બાળકના પિતા તરીકે પરદા પર આવતી વખતે ઈમેજ વિશે ચિંતા ના થઈ ? "એક્ટર તરીકે ચેલેન્જિંગ એન્ટ્રી લેવી ગમી" આટલો જવાબ આપીને ધ્રૃવિને ઉમેર્યુ કે, "હજુ તો વીસ વર્ષનો જ છું, પણ એક્ટર તરીકે એક જ ઈમેજમાં બંધાવા કરતા પડકારો ઝીલવા પસંદ છે" ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં એક્ટિંગ શીખીને.. ગુજરાતી ફિલ્મથી એક્ટર તરીકે એન્ટ્રી લેનાર ધ્રૃવિનની 'રાહ' હવે હિન્દી ફિલ્મની છે. So..ત્યા પણ હવે તે સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ...