Tuesday 15 December 2015

ગુજરાતી ફિલ્મોમાં યંગિસ્તાન

છેલ્લો દિવસ જોઈ?”
ના યાર જવું છે, ક્યાં ચાલે છે ? આજે જ જોઈ આવું
બે રહેવા દે, ટિકિટ નહી મળે, હાઉસફૂલ જાય છે.
આવી ચર્ચા યંગસ્ટર્સમાં રોજ સાંભળવા મળે છે. કિટલી કલ્ચરવાળી આજની જનરેશન હોલિવૂડની ભૂલીને આપણી ગુજરાતી ફિલ્મની ચર્ચા થાય... એ જ સોલિડ મજા આવે એવી વાત છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત છેલ્લો દિવસ એ કંઈ પહેલી ફિલ્મ નથી જેની ચર્ચા થતી હોય... હમણાં હમણાં ગુજરાતી ફિલ્મની ચર્ચાઓ જામી છે. આ પહેલા ઈશાન રાંદેરિયા દિગ્દર્શિત ગુજ્જુભાઈ ધ ગ્રેટ,  તેમજ અભિષેક જૈનની બે યાર અને કેવી રીતે જઈશ ફિલ્મની લોકોમાં ચર્ચા થઈ છે, અને સાથે ફિલ્મ વખણાઈ પણ છે. તો આ ફિલ્મોએ બોક્સઓફિસ પર બિઝનેસ પણ સારો કર્યો છે.
આ સિવાય પણ કિર્તન પટેલની બસ એક ચાન્સ, વિજયગીરીની પ્રેમજી સહિતની એવી પણ ફિલ્મ્સ છે, જે પણ ચર્ચામાં રહી. પરંતુ તેને બોક્સઓફિસ પર ધારી સફળતા ન મળી. ગુજરાતી ફિલ્મ્સમાં આવેલા આ પરિવર્તનનું એક કારણ યંગિસ્તાન મનાય છે. યુવા... આ એવું ફેક્ટર છે, જે મેકર અને ઓડિયન્સ બંને રીતે ગુજરાતી ફિલ્મ સાથે જોડાયું અને ફિલ્મનો છેલ્લો દિવસ આવે એ પહેલા સારા દિવસની દિશા તરફ એક પછી એક ફિલ્મ આગળ વધી રહી છે. ધ્વનિ ગૌતમની અપકમિંગ ફિલ્મ રોમ-કોમ અને શીતલ શાહની હુતુતુતુ તેમજ નંદિતા સિંઘાની રેડના પ્રોમોઝ સારા લાગી રહ્યા છે, તો ફૈઝલ હાશ્મીની વિટામીન શી અને યુવરાજ જાડેજા દિગ્દર્શિત ઓલ્વેઝ રહીશું સાથે ફિલ્મ ટાઈટલ પરથી જ મજ્જાના વિષય સાથેની હશે એવી આશા છે.

આવા જ વિષય પર ગુજરાતી ફિલ્મના ક્રિટીક કાર્તિકેય ભટ્ટ, દિગ્દર્શક અભિષેક જૈન અને દિગ્દર્શક ફૈઝલ હાશ્મી સાથે ટીવી-9 પર મજ્જાની ચર્ચા થઈ. તેની વીડિયો લીંક પર એક ક્લીક કરો.. અને જાણો કોણ કોણ સામેલ છે ગુજરાતી ફિલ્મના યંગિસ્તાનમાં.
ગુજરાતી ફિલ્મનું યંગિસ્તાન -1 

ગુજરાતી ફિલ્મનું યંગિસ્તાન -2 

ગુજરાતી ફિલ્મનું યંગિસ્તાન -3