Tuesday 1 March 2011

તમારા માટે છે આ પત્ર... વાંચ્યો કે.. ?


દોસ્તો...
     સતત આપની સાથે ગુજરાતી ફિલ્મ જગતની વાતો વહેંચુ છુ, ફિલ્મ જગતની એ વાતોના લીધે જ આપની સાથે એક અતૂટ નાતો બંધાયો છે. એ નાતે જ આપની સાથે સહર્ષ એક હરખની વાત વહેંચવાની હ્રદયેચ્છા થઈ.. તો લ્યો વાંચો... 
           બ્લોગ વિશે જાણ્યા અને શીખ્યા બાદ સ્વબ્લોગ બનાવવાની ઈચ્છા થઈ. ઈચ્છાને અમલી બનાવતા પહેલાં પસંદગી કરવાની હતી વિષયની. ક્યાં વિષય પર લખુ તો આપ સૌ દોસ્તો સુધી વિચાર વાટે પહોંચી શકીશ એ વિચાર્યુ. વિષય પસંદગી માટે લાંબુ વિચારવાની એટલા માટે જરૂર ન પડી કે, હૈયે અને હોઠે એક વિષય તો હતો જ, ગુજરાતી ફિલ્મ.. એ વખતે મારુ એમ.ફીલ પણ શરૂ હતુ અને એમાં પણ વિષય ગુજરાતી ફિલ્મ જ હતો. એટલે થયું કે, શા માટે બ્લોગ પર ગુજરાતી સિનેમા પર જ ના લખું ?  મારી ઉંમરનાં જ નહી, પણ મારાથી મોટી ઉંમરના ઘણાં બધા ગુજરાતીઓને આપણી ભાષાની સિનેમાથી છેટુ પડી ગયું હતુ. આથી, એવા લોકો અને ગુજરાતી સિનેમા વચ્ચે સેતુ બંધાય એ માટે આ જ વિષય પર લખવાનો નિર્ધાર કર્યો. બ્લોગ નહીં વંચાય તો ? એવું પણ મનમાં થયું. જો કે, મનમાં ગાંઠવાળી હતી કે, કોઈ ગુજરાતી ફિલ્મ્સ માટે કંઈ કરતું કેમ નથી એવો સવાલ કરવાને બદલે આપણે જ કંઈક કરવું. એ માટે બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ લાગ્યુ. લોકો હજુ ભલે ગુજરાતી સિનેમા સુધી ન જતા હોય, પરંતુ એ લોકો સુધી પણ, વાયા બ્લોગ ગુજરાતી સિનેમા પહોંચે એ આશય રાખ્યો. ને બસ.. શરૂ કર્યો બ્લોગ..... નામ રાખ્યું, Dhollywood.com. ને 11 ડિસેમ્બર 2009ના રોજ પહેલી વાર બ્લોગ પોસ્ટ મુકી... તમને થશે આજે કેમ હું આ બધુ લખી રહ્યો છુ, તો તેના માટે એક આનંદ આણતું કારણ છે.  આ કારણનો જવાબ તમને જોવા મળશે આ ચાર્ટમાં....                     
આપ સૌની ચાહનાનો ચાર્ટ      

   
            આ ચાર્ટ છે આપની ચાહનાનો... જે બતાવે છે કે, 11 ડિસેમ્બર 2009થી આજ લગી, એટલે કે, 1લી માર્ચ સુધીમાં 5066 (પાંચ હજાર છાસઠ) મિત્રોએ Dhollywood.com બ્લોગની મુલાકાત લીધી છે. ગુજરાતી ફિલ્મ્સની વાત આટલાં લોકો સુધી પહોંચાડવામાં નિમિત બન્યો એનો આનંદ છે. ને એ પણ નક્કી છે કે, Dhollywood.com દ્વારા આપના સુધી આપણી માતૃભાષાની ફિલ્મ્સની વાત પહોંચતી રહેશે. આશા તો છે કે, આપની અપેક્ષા મુજબ ગુજરાતી ફિલ્મનું મેકિંગ હોય, સારા થિયેટરમાં ગુજરાતી ફિલ્મ્સના પાટિયા દેખાય, ને એ ફિલ્મ્સ સુધી દર્શકો પણ પહોંચે. થોડો સમય લાગશે, પણ આ આશા પૂરી ચોક્કસ થશે એવું લાગી રહ્યું છે. લ્યો તારે.. વાંચતા રહેજો.. Dhollywood.com આપણું સિનેમા આપણી વાત

13 comments:

  1. જીતુ ભાઇ
    આવંચી ને આનંદ થયો આગળ ઉપર કાઇ નવુ લખો તો જાણ અવશ્ય કરશો

    ReplyDelete
  2. તમારો પત્ર વાંચ્યો. ધણો જ આનંદ થયો. પ્રગતિ તો તમે કરશો જ. પણ જે બીડું ઝડપ્યું છે તેને વળગી રહેજો. કારણ કે ગુજરાતી હોવાની સાથે ગુજરાતી ફિલ્મો વિશે વિચારવા માટે દરેક પાસે દ્રષ્ટી નથી ત્યારે તમે હાલ તો દીવાદાંડીની ગરજ સારી રહ્યા છો. ગુજરાતી ફિલ્મના ભવિષ્યને સારથીની ખાસ જરૂર છે તમે તેના માટે નિમિત્ત બનો તે ગુજરાતી ફિલ્મ માટે અહોભાગ્ય જ છે.

    ReplyDelete
  3. વાહ...જીતુ બ્લોગ વિશે વાંચી ખુબ આનંદ થયો...બસ શબ્દોનો સાથ આ જ રીતે જાળવી રાખજે...પછી ઢોલીવુડ.કોમ બોલીવુડને બીટ કરી જશે..

    ReplyDelete
  4. @maheshbhai@Jayesh@amit : Thanks all of you

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. ખુબ ખુબ અભિનંદન, જીતું ભાઈ...ઈશ્વર આપનું સ્વપ્ન સાકાર કરવા આપની સાથે રહે...

    ReplyDelete
  7. aek divas jarur tamaru dreem puru thase........becus tamari sathe 6...gujratio....best of luck

    ReplyDelete
  8. Dear Jitu;

    You are right, our gujarati film udhyog needs support of Gujarati people. anyway I like your blog and good going...All the best

    ReplyDelete
  9. જીતેન્દ્રભાઈ આપનો ગુજરાતી ભાષા , ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી પ્રેક્ષકો માટેનો પ્રયાસ દાદ માંગી લેવો છે . આપની ગુજરાતી ફિલ્મોની જાણકારીથી ગુજરાતી ફિલ્મને મોટું પ્રમોશન અને પ્લેટફોર્મ મળે છે .

    ReplyDelete
  10. ગુજરાતી ફિલમો ઉપરનું આપનું ગહન અધ્‍યયન મોહક પમાડે એવું છે. આપની દિશા સુચનથી કદાચ ગુ. .ફિ. નો જમાનો વધુ રોચક બને. આપનાં બ્‍લોગ અમે સદૈવ વાચતા રહીએ એવી મનોકામના...........

    ReplyDelete
  11. thanks to all well wishers

    ReplyDelete
  12. લગે રહો જિતુભાઈ ....ખરેખર આનંદ થયો તમારો પ્રયાસ ખુબજ પ્રશંસનીય છે.........

    ReplyDelete
  13. આદરણીય જીતેન્દ્રભાઈ, અંતરથી અભિનંદન.
    ૫,૦૦૦થી વધુ વાચકો ઢોલિવુડ.કોમની મુલાકાતે પધારે એ હૈયું હરખાય અને મલડું મલકાય એવી ખુશીની સોગાત છે. એક વાચક તરીકે આશા રાખું કે આ બ્લોગ પર ગુજરાતી ચિત્રપટના કલાકારોની મુલાકાત વાંચવા મળે અને ગુજરાતી આલ્બમ વિશે પણ કશુંક નવું જાણવા મળે.

    ReplyDelete