Tuesday 25 May 2010

લાંબા સમયથી ચાલતો લાં.............બા નામનો ટ્રેન્ડ !


                   "કોઈ એક કરે એટલે આપણે પણ કરવાનું.. બોસ.. નવું કરવા જઈએ અને જો દર્શકો ના સ્વીકારે તો પતી જઈએ. જે ટ્રેન્ડ ચાલતો હોય તેને અનુસરો અને એ પ્રમાણે જ ચાલો." આવું જ કંઈક માનનારા ગુજરાતી સિને નિર્માણકારો ફિલ્મના નામમાં પણ એવું જ કરે છે.. અમુક લાંબા નામધારી ફિલ્મને સફળતા મળે એટલે શરુ થઇ જાય લાં.....બાનામ વાળી ફિલ્મનો ટ્રેન્ડ.. વળી, ઘણા નામ આપણને મજા કરાવે તેવા હોય છે. હા, લાંબા નામ વળી ફિલ્મ્સ કંઈ હમણાની વાત નથી એ પણ 'લાં.......બા' સમયથી શરુ થયેલો ટ્રેન્ડ છે. હમણાં હમણાની કેટલીક ફિલ્મ્સના નામ વાંચો. 
રાધા ચૂડલો પેરજે મારા નામનો 
આંખમાં કંકુ કપાળે કાજળ
હું રે વિજોગણ તારા નામની 
પિયુ તારા વિના મને એકલું લાગે
દલડું દીધું મેં કારતકના મેળામાં 
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે
ચાલો ઉજવીએ પુરુષોત્તમ માસ 
ભાલાવાળા મારી ભેરે રેજો 
મારા રૂદિયે રંગાણા તમે સાજણા 
હાલ રુપલીને પૈણવા 
                   છે ને મસ મોટા નામધારી ફિલ્મ્સ.. અરે ફિલ્મ જોઇને થિયેટરમાંથી બહાર નીકળો તો કદાચ એ જ વખતે નામ ભૂલી જવાય એટલા લાંબા નામ છે. આ નામની પણ એક મજા છે.. ચાલો માણીએ એ મજા.. કારણ કે દરેક ફિલ્મનું નામ કંઈક કહી જાય છે. જેમ કે,
રાધા ચૂડલો પેરજે મારા નામનો 
                              રાધા, ચૂડલો અને પ્રેમ !
આંખમાં કંકુ કપાળે કાજળ
                             કંકુ અને કાજળ એટલે સ્ત્રીની વાત.. અને તેના સ્થાન બદલાયા એટલે તેના પર અત્યાચારની વાત ! 
હું રે વિજોગણ તારા નામની 
                            પ્રેમીના વિરહમાં પ્રેમિકા થઇ હશે વિજોગણ !
પિયુ તારા વિના મને એકલું લાગે
                            પ્રેમી વિના પ્રેમિકાને કેવું લાગે !
દલડું દીધું મેં કારતકના મેળામાં 
                             મેળામાં ઇલુ ઇલુ !
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે
                             તમે જ કહો જોઈએ કે ક્યાં બોલે ?
ચાલો ઉજવીએ પુરુષોત્તમ માસ 
                             ભક્તિભાવભરી ફિલ્મની જય !
મારા રૂદિયે રંગાણા તમે સાજણા 
                             પ્રેમરંગ !
હાલ રુપલીને પૈણવા 
                          દર્શકો ફિલ્મ જોવા આવે કે જાનમાં ?

આ તો કંઈ નથી.. "નામસાગર"માંથી ઉડેલા થોડાક નામના થોડાક છાંટા છે.. હજુ તો આવા નામથી "સિનેસાગર" છલકાય છે..તમે શું કહો છો આ બધા નામ વાંચીને ? 

10 comments:

  1. એક સમયે વીર અને વાળાની બોલબાલા હતી. આજે તમે કહો છો તેવાં નામની બોલબાલા છે. 'શું ચાલશે?' એ ગણત્રી પર જ બધું થતું હોય છે.
    "ઓ મારી પાગલ પદમણી" ફિલ્મ રજૂ થઈ ગઈ?

    ReplyDelete
  2. ગુજરાતી ફિલ્મો વિશે કોઈ ખાસ કશું લખતું નથી ત્યારે આ આવકારદાયક પ્રયાસ છે. જાળવી રાખજો.

    ReplyDelete
  3. jitubhai ni jai ho nam ni film kyare avani chhe ?

    ReplyDelete
  4. ha..ha..Good one..'Jituhai ni Jay Ho' aapna najik na cinema hall ma tunk samay ma..
    On a serious note, this one is of course market driven, non sense way of making a film. Good to highlight this. Thanks.

    ReplyDelete
  5. ગુજરાતી ફિલ્મો બને છે ? વલસાડમાં તો જોવા નથી મળતી. કહેવાય છે કે, કસાબની ફાંસીની સજાને બદલે તેને પહેલા ગુજરાતી શીખવાડીને પછી 100 ગુજરાતી ફિલ્મ બતાડવાનું સૂચનેય થયું છે ?

    ReplyDelete
  6. કેટરીના પછી લૈલા, દાદા પછી રાધા

    ReplyDelete
  7. GOOD JOB. GUJARAI MATA NI SEVA KARO EJ AAJNA JAMANA MA SAHUTHI MOTU PUNYA CHHE. GUJJU HERO BANELA ABHINETAO NE KAHEJO KE GUJARATI MA NA FILMO MA TE ANE NAVI HIROINO JEM UTARE CHHE M KAPDA NA UTARE.

    BLOG NE HAJU VADHU LAD LADAVO. NANA BALAK JETLI KALJI LO.

    Svg.

    ReplyDelete
  8. TMARA BLOG NO PRAYAS SARO 6E. PRAYAS MA SACCHAI NO AWAJ SAMBHADAI RAHYO 6E. BAS TENE SATAT PADHGHATO RAKHO TEVI SUBHECCHAA..

    ReplyDelete
  9. "સાજણ અમે તમને દલડા દઈ દીધા સાંભળો કે ના સાંભળો તમારી મરજી" આવા નામ નથી હજી શુંધી આવીયા તે સારું છે.

    ReplyDelete