Saturday 6 March 2010

બેટર હાફ : રીયલી.... અ સિમ્પલ ગુજરાતી ફિલ્મ





                 વર્કિંગ કપલ્સની સમસ્યા, સંઘર્ષ અને સમજણવાળું સમાધાન.. આ બધી બાબતોનો સરવાળો એટલે આશિષ કક્કડની ફિલ્મ 'બેટર હાફ'.. 'બેટર હાફ' બીજી ફિલ્મ્સ કરતા 'બેટર' લાગવાનું સીધું જ કારણ છે બીબાઢાળ રજૂઆતથી કિનારો કર્યો તે.... ફિલ્મના ગીતના શબ્દો ગમી જાય તેવા અને સંગીત પણ કર્ણપ્રિય. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કાનને ગમ્યું. 
વાર્તા : 
માનવ ( ધર્મેન્દ્ર ગોહિલ ) અને કામિની ( નેહા મહેતા ) નો પરિચય પહેલા પ્રણય અને બાદમાં પરિણયમાં પરીણમે છે. જેવું બધાની જિંદગીમાં થાય છે તેવું જ આ કપલની જિંદગીમાં પણ થયું. પહેલા મજ્જાની લાઇફ અને પછી લાઇફલાઈન ક્યાંક તૂટે. કારણરૂપ બને છે પત્નીના સપના કરતા બમણો બની જતો પુરુષનો પરિવાર પ્રેમ. સ્ત્રી પોતાના પરિવારને ભૂલી પતિના પરિવારને પોતાનો બનાવે છે.. પણ પતિ મોટાભાગના કિસ્સામાં પત્નીના શમણાને નગણ્ય ગણે છે. માનવ અને કામિની પણ આ જ તબક્કામાંથી પસાર થયા. સંજોગવસાત માનવના ઘરનો પ્રસંગ અને કામિનીનો ડ્રીમ પ્રોજેક્ટ બંને  એક સાથે જ આવે છે. આ ઘટના એટલે બંનેના છુટા પડવાનું કારણ. જરૂરિયાત એટલે જ પ્રેમ એમ સમજતા માનવને જીભાઈ ( રાજુ બારોટ ) સમજાવે છે પ્રેમની પરિભાષા. જરૂર પડ્યે માનવની મમ્મી ( ડાયના  રાવલ ) સમજાવે છે પોતાના પુત્રને.. અને સમજણ બાદ ફરી શરુ થાય છે બંનેનો સંસાર... પ્રેમ અને સમજણ વચ્ચેના સંઘર્ષને આશિષભાઈએ સારી રીતે રજુ કર્યો છે.. ઘણાબધા કપલ્સને સ્પર્શતો વિષય હોઈ મજ્જા પડી.. 
 અભિનય : 
ધર્મેન્દ્ર ગોહિલ અને નેહા મહેતાના મજબુત અભિનય ફરતે ફરે છે આખી ફિલ્મ. બંનેએ પોત પોતાના કિરદારને જોરદાર ન્યાય આપ્યો છે. તો રાજુ બારોટ, ડાયના રાવલ, હરિતા દરેક જામે છે. મયુર ભલે બે જ ડાયલોગ બોલે પણ તેનું પાત્ર દર્શકને સહજતાથી હસાવી જાય છે. 
લોકેશન : 
માધુર્ય અને અમદાવાદના બીજા લોકેશન અમદાવાદીઓ તો ઓળખી જ જવાના. જોયેલા લોકેશન જોઈ બધું પોતીકું હોવાનો ભાવ જાગે.
બહુ ગમ્યું..
નવી તરેહની ગુજરાતી ફિલ્મ બનાવી તે. 
આવી ફિલ્મ બનાવવાની હિંમત દાખવી તે. 
ગણગણવા ગમે તેવા ગીતો આપ્યા તે.
મસ્ત મજાનું સંગીત આપ્યું તે.
સંદેશ આપતી ફિલ્મ બનાવી તે..
સારા... સ્પષ્ટ અને સીધી જ વાત કરતા સંવાદો લખ્યા તે. જરૂર પડ્યે રૂટીન લાઇફમાં બોલતા અંગ્રેજી વાક્યો વાપર્યા તે.
મલ્ટીપ્લેક્ષમાં રીલિઝ કરી તે.  
થોડું ખટક્યું...
માનવ અને કામિનીની ફરતે ફરતી વાર્તામાં બીજા પાત્રો વિસરાયા તે. જેમકે રજીસ્ટર્ડ લગ્નમાં પરિવારજન, મિત્ર કે બીજું કોઈ જ નહિ.. સાક્ષી પણ નહિ !! ,,,,, માનવ-કામિનીના ઝઘડા બાદ માનવ બોલે છે..''કામિની બધા જુએ છે''  આ સંવાદ વખતે માત્ર તે બે જ ફ્રેમમાં હતા.. તો જોતું કોણ હતું !!??
બહુ જ ઓછા લોકેશન્સનો ઉપયોગ.
મને ખટકેલી આ વાત વાંચીને 'બેટર હાફ' ટીમને કદાચ ખટકે.. મારો આશય આખીયે 'બેટર હાફ' ટીમનું દિલ દુભાવવાનો નહિ.. પણ આપની next મોટા બજેટની ફિલ્મ બાદ કોઈ આવું લખી કે કહી ના જાય તે માટે 'પાનો' ચઢાવવાનો છે.  તમારા જેવા કંઇક નવું કરનારની તો પીઠ થાબડવાની હોય.. પણ સાચું કહું સાહેબજી.. એક દર્શક તરીકે ના ગમ્યું તો કહી દીધું કારણ કે તમારી next મોટા બજેટની ફિલ્મ આનાથી પણ હટકે જોવાની આતુરતા છે. ગુજરાતી ફિલ્મ જેને જોવાની ઈચ્છા છે તે 'ડેડ ઓડીયન્સ'  આપની ફિલ્મ થકી ફરી થિયેટર સુધી આવતું થાય અને આ ફિલ્મ બહુને બહુ લોકો સુધી પહોચે એવી શુભેચ્છા.  'બેટર હાફ' ગુજરાતી સિનેજગત માટે 'બેટર'  પુરવાર થાય તેવી ખરા દિલથી અભ્યર્થના...

12 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Rupal Desai:

    ane ek agatya ni vaat..
    film release pahela promotion pan purtu nathi thayu..
    trailer joine pan loko film jova khenchay ave ne?

    ReplyDelete
  3. I DON'T KNOW HOW TO WRITE IN GUJARATI FONTS, ANYWAYS MEIN PAN AA FILM NA BAU J VAKHAAN SAAMBHADYAA CHHE.FILM NI TEAM NE KHUB KHUB ABHINANADAN!

    ReplyDelete
  4. thanks jitendrabhai...
    tamara khatka no koi khatko nathi :-)very nice review... thanks again.
    khali be vaat kahu...?
    1 biji film mota budget ni naa pan hoy... kadach biji film j naa hoy, ne hoy to mote bhage naanaa budget ni j hashe...
    2 ;-) ek majakiyu observation (je tame chuki gaya)
    sharuaat na ek scene ma Manav bole chhe "pahela Toilet ne pachhi jogging"
    film ma sidhu jogging j batavyu chhe :-)

    ReplyDelete
  5. આવા જ જવાબની આશા હતી... સાચી વાત છે દરેક વસ્તુ દર્શકોને ચમચીએ ચમચીએ ના પાવાની હોય.. અમુક વસ્તુ તો તેમની સમજ પર છોડવાની હોય.. પણ મેં જે દલીલ કરી છે તે મને વ્યાજબી લાગી એટલે કરી છે.. મેં બીજા રિવ્યુઝ પણ વાચ્યા.. જેમાં માત્રને માત્ર સારી બાબત જ લખાઈ છે. એ લખનારને બધું ગમ્યું હશે.. એક દર્શક તરીકે મને જે ના ગમ્યું એ કહેવું હતું.. ને કીધું..
    ને હા... મને આશા છે કે બીજી ફિલ્મ આવશે જ...

    ReplyDelete
  6. આપના આ વિચાર અહીં કોઈ બીજાના નામે ચડી ગયા છે!
    http://rupen007.wordpress.com/2010/03/08/better-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AB/

    ReplyDelete
  7. આભાર વિનયભાઈ..

    ચોર તો હોય.. કેટલાક તાળા મારવા.. એના નામે મારા વિચાર વધુ લોકો સુધી પહોચ્યા.. અને ગુજરાતી ફિલ્મનો પ્રચાર થયો.. આ આખી વાત ને જો તીનપત્તી ફિલ્મના એક ગીતના શબ્દોમાં કહીએ તો.. ''નિયત ખરાબ...''

    ફરી.. આભાર.. આવું ધ્યાનમાં આવે તો કહેજો પ્લીઝ...

    જીતેન્દ્ર બાંધણીયા

    ReplyDelete
  8. જાહેરમાં મૂક્યું હોય એટલે ચોરી થવાનું જ છે એ સમજી શકાય એવી વાત છે. બીજું તેના માટે કૉપીરાઈટનો કાયદો છે પણ છે તમે વર્ડપ્રેસને ફરિયાદ કરો tosreports@wordpress.com પર. વર્ડપ્રેસ મફત બ્લોગ બનાવવા આપે છે પણ તેનો ઉપયોગ કોઈ ફક્ત અન્ય બ્લોગની નકલ કરવા માટે વાપરે કે બીજાની ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની તફડંચી કરે અથવા કોઇના કૉપીરાઈટનો ભંગ કરે તો એવા બ્લોગર સાથે કડક હાથે કામ લે છે.

    કમનસીબી તો એ છે કે એવા સમજુ બ્લોગરો નકલખોરીને 'બ્લોગગિંગ' સમજે છે!

    ReplyDelete
  9. રૂપેન પટેલે આ બ્લોગ પર પણ પોતાના નામે પ્રસિદ્ધ કર્યો છે.

    http://gujarati.ning.com/profiles/blogs/5239948:BlogPost:634

    ReplyDelete
  10. રૂપેન પટેલે http://gujarati.ning.com MUKI HATI TE VINAYBHAI AE JANE KERI PACHI TENE DELIT KERI NAKHAVAMA AVI CHE

    THANKS VINAYBHAI

    ReplyDelete
  11. જીતેન્દ્ર ભાઈ ,

    ઉર્વીશ ભાઈ ના બ્લોગ પર થી આપના બ્લોગ વિષે જાણ્યું , ખુબ સરસ ને માહિતી સભર બ્લોગ છે આપનો , આશા છે આપ ના બ્લોગ દ્વારા ગુજરાતી ફિલ્મો વિષે સારી માહિતી મળતી રહશે , મને પણ ફિલ્મો જોવાનો ખુબ શોખ છે ને ઘણી ગુજરાતી ફિલ્મો પણ જોઈ છે , છેલ્લે અહીં મુંબઈ માં આવેલી દેશ રે જોયા દાદ પરદેશ જોયેલી , પણ "દરિયા છોરું" જેવી ટ્રેન્ડ સેટર ફિલ્મ ની તાતી જરૂ છે , આશા છે કે બેટર હાલ્ફ આવીજ કોઈ ટ્રેન્ડ સેટર ફિલ્મ હોઈ , તેનો મુંબઈ માં રીલીઝ થવાનો ઈન્તેજાર રહશે. આપ જેવા ગુજરાતી ફિલ્મ ને લઇ ને M ફિલ કરો છે તે જાની ને ખુબ આનદ થયો.

    -સૂર્ય
    http://suryamorya.wordpress.com/

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete