Monday 25 January 2010

''હારુન અરુણ''ને એવોર્ડ બે, થિયેટર એક પણ નહિ !! વાહ રે ગુજરાત



           વધુ એક વાર ગુજરાતનું ગૌરવ ઝળક્યું આંતરરાષ્ટ્રીય સ્તરે.. આ વખતે પણ નિમિત બની ગુજરાતી બાળ ફિલ્મ 'હારુન-અરુણ'.  ઢાકામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં વિનોદ ગણાત્રા દિગ્દર્શિત આ ફિલ્મ 'જુવેનાઇલ ઓડિયન્સ એવોર્ડ' મેળવી સિદ્ધિનું એક છોગું પોતાના શિરે લગાવી ગઈ. ચિલ્ડ્રન્સ સોસાયટી દ્વારા નિર્મિત આ ફિલ્મે બીજી સફળતા મેળવી છે. આ પહેલા હારુન-અરુણે શિકાગોમાં ગુજરાતનો ડંકો વગાડ્યો હતો. ઉપર-છાપરી આ બીજી સફળતા મેળવનાર દિગ્દર્શક વિનોદ ગણાત્રા લાખ લાખ અભિનંદનના હકદાર છે. વિનોદ ગણાત્રા સાથે રાગિણીબહેન સહિતની ટીમ પણ અભિનંદનની અધિકારી છે. જે કોઈ ગુજરાતી આ સમાચાર જાણે તે કેટલો આનંદિત થઇ જાય.. જો કે, આ આનંદ વચ્ચે એક વાતનું દુખ અનુભવે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરનારી ફિલ્મથી હજુ ગુજરાતની જનતા વંચિત છે. બોલો આટલી સારી ફિલ્મ હજી થિયેટરથી વંચિત છે. આ ફિલ્મ ક્યારે ગુજરાતના થિયેટરમાં આવશે એની રાહ ગુજરાતના સીનેરસિક જોઈ રહ્યા છે. યાર, એક તરફ સૌ કોઈ ફરિયાદ કરી રહ્યા છે કે, ગુજરાતી ફિલ્મ્સ સારી નથી હોતી. બીજી તરફ આટલી સારી ફિલ્મ જનતાને જોવા નથી મળતી. અરે ! બબ્બે આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં આ ફિલ્મને મળેલું સન્માન એ માત્ર, 'હારુન-અરુણ'નું  સન્માન નથી. માત્ર વિનોદ ગણાત્રા અને તેમની ટીમનું જ સન્માન નથી, પણ એ સન્માન છે ગુજરાતી ફિલ્મ જગતનું. એ સન્માન છે ગુજરાતી ભાષાની ફિલ્મનું. સન્માન છે ગુજરાતી ભાષાનું. જે ફિલ્મે આવું સન્માન અપાવ્યું છે એ ફિલ્મ થિયેટરમાં બતાવવા થિયેટર માલિકો વચ્ચે પડાપડી થવી જોઈએ. પણ અહી તો ઉલટી ગંગા છે. આ ફિલ્મ હજી પરદા પર નથી આવી એ જોતા તો એમ જ કહેવાય ને. ચિલ્ડ્રન્સ સોસાઈટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ફિલ્મનું નિર્માણ સારી રીતે થાય એ માટે આર્થિક મદદ કરાઈ.. પણ હવે ખરી જરૂર તો તેને લોકો સુધી લઇ જવાની છે. નંદિતા દાસ ચિલ્ડ્રન્સ સોસાઈટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદે બિરાજેલા છે ત્યારે શું તેઓ એક ડગલું આગળ વધીને આ દિશામાં કશુંક નક્કર કરે તેવી આશા એક ગુજરાતી તરીકે અને એક ગુજરાતી સીને રસિક તરીકે હોય તો એમાં ખોટું કશું નથી. 
        સારી ફિલ્મને થિયેટર ના મળવું એ વિનોદ ગણાત્રા માટે નવું નથી. આ પહેલા તેમની જ ફિલ્મ ''હેડા હોડા'' વખતે  પણ આવું જ થયું હતું. ''હેડા હોડા'' પણ ઢગલાબંધ એવોર્ડ પોતાની ઝોળીમાં મેળવી ચુકી છે. અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ સમારોહની સફર કરી ચુકેલી આ ફિલ્મ હજુ સુધી આપણાં ગુજરાતના થિયેટર સુધી નથી પહોચી શકી. લો બોલો, આને શું કહીશું.. ? આપણાં ફૂટેલા નસીબ બીજું શું ? ''હેડા હોડા'' જેવી સારી ફિલ્મથી આપણે તો વંચિત રહ્યા છીએ. શું ''હારુન અરુણ''નું પણ એવું જ થશે ? આશા રાખીએ આ વખતે કોઈ સાચો ગુજરાતી જાગે અને ''હારુન-અરુણ''ને થિયેટર સુધી લઇ આવે. લઇ આવો યાર, આ ફિલ્મ જોયા બાદ ગુજરાતી ફિલ્મ્સ સારી નથી હોતી એવું કહેનારના મો સિવાઈ જશે એ નક્કી છે.. 

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. વાહ ગ્રેટ ન્યુઝ. તમારા બ્લોગની લિંક જોયા પછીની આ પ્રથમ પ્રતિક્રિયા. બ્લોગ શરુ કરવા બદલ ગુજરાતી રંગીન ચલચિત્રની જ ભાષામાં કહું તો ઘણીઘણી ખમ્મા બાપલીયા..!ગુજરાતી ફિલ્મો પ્રત્યેની તમારી મહોબ્બતનો હું જીવતેજીવ સાક્ષી છું,ગુજરાતી ફિલ્મોના તમારા બહોળા જ્ઞાનનો હવે દેશવિદેશના ગુજરાતીઓને પણ લાભ મળશે, તમારા બ્લોગના માધ્યમથી ગુજરાતી ફિલ્મો પ્રત્યેની લોકોની સૂગ ઓછી થશે એવી શુભેચ્છા. બાય ધ વે હારુન-અરુણ જેવી વખણાયેલી ગુજરાતી ફિલ્મ (મેં હજુ જોઇ નથી) જોવાની તક મોટાપાયે લોકોને મળી શકી નથી એ ખરેખર ખેદની વાત છે. (આઇ અગ્રી વિથ યુ) પણ આશા અમર છે. એક દિવસ આવી જ કોઇક સારી ફિલ્મ બતાવવા માટે થિયટર માલિકો વચ્ચે પડાપડી થશે એવા વિશ્વાસ સાથે મારુ બ્લોગવચન અહી પુરુ કરુ છે. અગેઇન બ્લોગ શરુ કરવા બદલ હ્દયપુર્વકનો આભાર.

    January 29, 2010 10:18 AM

    ReplyDelete
  3. First of all congratulation and
    Thank you for giving brief information about Harun Arun.
    -ketan

    ReplyDelete
  4. Hi...
    Good to c u here...and congratulation for you blog venture...My best wishes with u.

    I am looking forward to c this film..
    Mitali

    ReplyDelete
  5. te divas ni chat fali. me taro blog shodi kadhyo. and have mane gujarati film vishe ghanu janava malashe e babate khushi chhe.

    ReplyDelete