Wednesday 22 September 2010

કસોટી ફિલ્મની.. મંકીઝની ધમાલ..

                     ના ગરબો.. ના ગોકીરો.. ના કેડિયું.. ના ચણિયાચોળી.. ના પ્રેમ માટે પ્રેમિકાના બાપ સાથે સંઘર્ષ.. ના જમીનદાર સાથે ગરીબની લડાઈ.. છતાં ગુજરાતી ફિલ્મ...  નવાઈ લાગે કેમ ? વેલ, આ નવાઈ લાગે એ સારી વાત છે. જો આવું બનવાનું સાતત્ય જળવાઈ રહેશે તો ગુજરાતી ફિલ્મ જગતના સારા દિ આવશે તેવી આશા જીવંત રહી શકશે.
                  બે ફિલ્મની વાત કરવી છે.. એક કસોટી જિંદગીની.. અને બીજી એટલે મોહનના મંકીઝ.. બંને ફિલ્મની વાર્તા એક બીજા કરતા તદ્દન જુદી છે, પણ એ બંનેની સાથે વાત એટલે નીકળી કે, બંનેની વાર્તા સામાન્ય ગુજરાતી ફિલ્મ્સ કરતા પણ જુદી છે. 
                      કસોટી જિંદગીની.. આ ફિલ્મની વાર્તામાં સાંકળી લેવાયો છે એઈડ્સ જેવો ગંભીર વિષય. ફિલ્મના નિર્માતાએ યંગસ્ટર્સને આકર્ષવા માટે કોલેજ લાઈફથી માંડીને રેઈન સોંગ જેવા મસાલાનો ઉપયોગ કર્યો છે,  ફિલ્મનું મેકિંગ  એકસ્ટ્રા ઓર્ડિનરી છે એવું હુ નથી કહેતો.. પણ એક બાબતનો સંતોષ છે કે, આ વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર નિર્માતાને આવ્યો અને તેણે અમલમાં પણ મુક્યો. નિશાંત પંડ્યા સહિતની સ્ટારકાસ્ટ સાથે બનાવાયેલી કસોટી જિંદગીની ફિલ્મની કસોટીનો ખરો આધાર છે બોક્સઓફિસ.. 
                   મોહનના મંકીઝ આ ફિલ્મનું ટાઈટલ જ તેને અત્યારી લાંબા નામધારી ગુજરાતી ફિલ્મ કરતા અલગ તારવે છે. ગુજલિશ ટાઈટલ સાથેની આ ફિલ્મમાં ત્રણ કેરેક્ટર છે અમર, અકબર અને એન્થોની.. આ ત્રણેય કિરદારનો ભેટો થાય છે ગાંધીવાદી વિચારધારા સાથેના એક પ્રોફેસર સાથે.. બસ પછી એ મોહનવાદી પ્રોફેસર અને તેમની સાથેના આ ત્રણ મંકીઝની વાત એટલે જ મોહનના મંકીઝ.. ગાંધી વિચારને હળવી શૈલીમાં દર્શકો સામે લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં મુકાયો.. આ ફિલ્મમાં પણ ગંભીર બાબતને મંકીઝના માધ્યમથી દર્શકો સુધી મુકાશે.. 
                     નિર્માતાઓ દ્વારા નવું નથી અપાતું એવુ જ કહેનારા દર્શકો માટે ફિલ્મ તો બની છે અથવા તો બની રહી છે.. પણ કાયમ ગુજરાતી ફિલ્મ માટે સોગિયુ અને દિવેલિયું ડાચુ રાખનારાઓ પોતાનું મો સારુ રાખીને થિયેટર સુધી જશે કે કેમ એ સવાલનો જવાબ તો ખબર નહી ક્યાં સુધી અદ્ધરતાલ રહેશે.

2 comments:

  1. કાયમ ગુજરાતી ફિલ્મ માટે સોગિયુ અને દિવેલિયું ડાચુ રાખનારાઓ પોતાનું મો સારુ રાખીને થિયેટર સુધી જશે કે કેમ

    જીતુભાઈ આ જે તમે લખ્યું એ મને બહુ જ ગમ્યું કેમકે ઘણા લોકો ને ગુજરાતી નામ થી જ ચીડ ચડતી હોય છે
    મારા કહેવા મુજબ એ સાલા ઓ ને એક બંધ રૂમ માં પૂરી ને મોટા પરદા પર રામ ગોપાલ વર્મા ની આગ મુવી જોવડાવી અને બહારથી તાળું મારી દેવું જોઈએ અને તમે કહો છો એ મુજબ જ સારી ગુજરાતી ફિલ્મ તો બને છે પણ જોવી કોઈને નથી બરાબર ne

    ReplyDelete
  2. thank u jitubhai tamara jeva no support hase to future ma pan nava visayo lavisu
    bolo gujrati
    juvo gujarati
    jivo gujarati

    hirav trivedi
    director
    mohan na maonkiz

    ReplyDelete