Tuesday 6 July 2010

1 દિવસ, 2 કલાકાર, ડબલ ધમાકા

              
       લાગે છે કંઈક હટકે કરવાની ચાહત છે આપણાં કલાકારોને.. અગાઉ ઘણી ફિલ્મ્સમાં કેટલાંક કલાકારો બાપ-દિકરાના ડબલ રોલમાં દેખાયા છે. આ જ બાબતનું પૂનરાવર્તન થશે 9 મી જુલાઈએ.. એક જ દિવસે આ બાબતનું બે વાર પૂનરાવર્તન થશે.
               વાત એમ છે કે, 9 મી જુલાઈએ આવી રહી છે ગુજરાતી ફિ્લ્મ "મેં તો હૈયે લખ્યું સાજણ તારું નામ" અને આ જ દિવસે રિલીઝ થઈ રહી છે ''સમર્પણ".  આ બંને ફિલ્મની વાર્તા તદ્દન જુદી છે, ફિલ્માંકન જુદુ છે, શુટિંગ લોકેશન જુદુ છે, પણ અભિનેતા જુદાં છે, પણ એક વાત કોમન છે અને તે એ કે, બંને ફિલ્મમાં હિરો દેખાશે ડબલ રોલમાં. એટલે કે, બાપ અને બેટા બંનેના કિરદારમાં. 
            "મે તો હૈયે લખ્યું સાજણ તારું નામ" ફિલ્મમાં છે સુપરસ્ટાર હિતેન કુમાર. હિતેન કુમારે આ ફિલ્મમાં એક ધરતીપુત્રનું કિરદાર નિભાવ્યુ છે સાથે  જ તેઓ તેના જ પુત્રના કિરદારમાં પણ દેખાયા છે. આ અગાઉ પણ હિતેન કુમાર બાપ-બેટાના કિરદારમાં દેખાયા હતા તેમની સુપરહિટ ફિલ્મ "મહિયરમાં મનડું નથી લાગતું"ની સિક્વલમાં. એ ફિલ્મમાં જોવા મળેલો તેમનો અભિનયનો ડબલ ધમાકા ફરી દર્શકોને " મેં તો હૈયે લખ્યું સાજણ તારું નામમાં દેખાશે". આમ પણ કંઈક જુદાં જ પ્રકારના કિરદાર નિભાવવાની ચાહત હિતેન કુમારના હૈયે લખેલી છે. ત્યારે તેમની આ ચાહત આ ફિલ્મમાં કિરદાર રૂપે સાકાર થઈ છે. 
              લંડનના લોકેશન સાથે આવી રહેલી ફિલ્મ "સમર્પણ"માં સુપરસ્ટાર ચંદન રાઠોડ પહેલીવાર દેખાઈ રહ્યા છે બાપ-દિકરા બંનેના કિરદારમાં.. યુવા અભિનેતા ચંદન બાપ તરીકે કેવો દેખાશે તે જોવાની આતુરતા તેના ચાહકોમાં ચોક્કસ હશે. આ આતુરતાનો અંત લાવવા 9મી જુલાઈએ ગુજરાત અને લંડનમાં એક સાથે રિલીઝ થઈ રહી છે ચંદનની ફિલ્મ "સમર્પણ" 

12 comments:

  1. are you sure chandan rathod is super star bec'oz i heard is name for the 1st time

    ReplyDelete
  2. chintan acharya7 July 2010 at 03:53

    Gujarati producers dont know what is the flavour of gujarati viewers...all the stereo-typical and monotonous films...huh./.....pls save gujarati language and gujarati culture...and first step would be by banning Gujarati films.....at all....they are catering the rubbish and our poor and helpless people have to just see....

    ReplyDelete
  3. Reply to Chaitali...
    ચંદનની ફિલ્મ્સનો આંકડો સાંભળીશ અને તેને તું અભિનય કરતા જોઈશ તો તું પણ કહીશ કે તે સુપરસ્ટાર છે.. અને ડાન્સિંગ સ્ટાર પણ...

    ReplyDelete
  4. Reply to chintan...
    ચિંતનભાઈ... ઘણાં બઘા ગુજરાતીઓનો આવો જ મત છે, એ પણ ખોટા નથી કારણ કે, વચ્ચે એક ગાળો એવો હતો કે ગુજરાતી ફિલ્મના નામે ગમે તે પીરસાયુ.. પણ હવે સમય બદલાયો છે.. સારી ફિલ્મ્સ પણ બને છે.. હા, તેને જોયાં વગર જ જે ખરાબ ફિલ્મ્સ બનતી હતી એ ફિલ્મ્ના આધારે તમારી જેમ બંધ કરવાનું ઘણાં બધા લોકો કહે છે.. યાર ! હવે હવે ગુજરાતી ફિલ્મનું લોકેશન લંડન પણ હોય છે એ નવાઈ ન કહેવાય.. !! લેભાગુ પ્રોડ્યુસર્સ છે એ વાત ખરી.. પણ બધા જ સરખા માનીને ન ચલાય ને ? ફિલ્મ્સ બંધ એટલા માટે થાય છે કે ઘણી ફિલ્મનું બજેટ ઓછુ હોય છે.. હવે જ્યાં દર્શકો જોવા જ ન જવાના હોય ત્યાં કમાણી કઈ રીતે થાય ? અને કમાણીના અભાવે સારી ફિલ્મ માટે લખલૂટ ખર્ચો કઈ રીતે કરે ? ફિલ્મો બંધ કરવા કરતા દર્શકો એટલિસ્ટ સારી ફિલ્મો પણ જોવા જાય એ શરૂ થાય તો કેવું ?

    ReplyDelete
  5. JITENDRABHAI... GUJARATI NATAKO TO BAHU SHASHAKT HOY CHE... EK J STAGE ANE BE TRAN SETS BADLAY CHE PAN TO B ENI EFFORTS OCHI NATHI THATI.. GUJARATI PICTURES MA J KEM TAKLIF PADE CHE? AATLA SARAS GUJJU BLOGS LAKHAY CHE...AATLI SARAS MAJAANI KAVITAO..GAZALO ROJ GUJARATI SAHITYA MA PIRSAY CHE..KETLA SARAS MAJANA WRITERS PAN CHE AAPNI JODE..KYA KACHA PADIE CHIE AAPNE..BAHU TAKLIF THAY CHE GUJJU PICTRES NA NAME KAI J SARAS ANE SAFAL SARAJAN NATHI SAMBHLATU TYARE..HOPE GUJARATI CINEMA NA SONERI DIVASO PAN PACHA AAVSE PAHELANI JEM...ALL THE BEST...

    SNEHA PATEL..

    ReplyDelete
  6. Reply to Snehaji..
    સૂરજ ઉગ્યો શમણાંને દેશ, મોટાભા, બેટરહાફ, લવ ઈઝ બ્લાઈંન્ડ વગેરે ફિલ્મ જો આપે જોઈ હોત તો આપ ચોક્કસ કહેત કે જો આ સાતત્ય જળવાઈ રહ્યું તો ગુજરાતી સિનેમાના સોનેરી દિવસો ચોક્કસ પાછા આવશે..

    ReplyDelete
  7. સૌ મિત્રો ને મારી નમ્ર અને આગ્રહ ભરી વિનંતી છે કે યુ ટ્યુબ પર દીપક અંતાણી સર્ચ કરીને મારી ફિલ્મોના પ્રોમો અને ગીતો જોવા જેટલો થોડો સમય ફાળવે.
    કોઈને પણ દોષ દેવા પહેલા, જેવી હોય એવી પણ ગુજરાતી ફિલ્મો જોવો તો ખરા બોસ..!
    યુ ટ્યુબ ની મુલાકાત પછી આપના પ્રતિભાવોની અપેક્ષા. - ON - antanideepak@gmail.com

    ReplyDelete
  8. mota bhag na loko je gujarati films ni tika tippani karta hoi che e loko gujarati films jova kyarey jata j nathi hota e loko matra gujarati film ne purvagarh ni drashti thi joi ne mtara ane matra tika karta hoi che ...guj. film ne navi disha apvi hoi to pela e j loko e theater ma jai ne gujarati films jovi joye nahi k ghare betha tika karvi joie ...

    ReplyDelete
  9. GR8 ATTEMPT...JAI GARVI GUJARAT. JYAN JYAN VASE EK GUJARATI, TYAN TYAN SADA KAAL GUJARAT.

    ReplyDelete
  10. dholiwood na soneri divaso mate best of luck

    ReplyDelete
  11. mare e janvu che k aapde gujarati movie online jova mate koi site che karan k hu australia ma chu ane ahiya teni cd k evu kai maltu nathi to pls mane reply karo

    ReplyDelete