Thursday, 28 October 2010
Wednesday, 27 October 2010
અપકમિંગ ધમ્માલ ફિલ્મ્સ..
રિલીઝના આંકને જોઈએ તો વરસે દહાડે ફિલ્મ ફટકારે છે અર્ધી સદી.. પચાસ જેટલી ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે તેમાંથી કેટલીક ફિલ્મ થઈ જાય છે સુપરહિટ.. તો કેટલીક ફિલ્મ થઈ જાય છે સુપર ફ્લોપ... પણ આ હિટ-ફ્લોપની હારમાળ વચ્ચે આવી રહી છે પાંચ એવી ફિલ્મ જેના પર રખાઈ રહી છે ઘણી બધી આશાઓ... આ પાંચ ફિલ્મ એટલે..
વાગી કાળજે કટારી તારા પ્રેમની
ઓ સાજણ ફરી ક્યારે મળીશું..
ઘરવાળી બહારવાળી કામવાળી
જય વિજય
અને
મોહનના મંકીઝ
આ પાંચેય ફિલ્મ્સ થોડા જ સમયમાં હશે પરદા પર.. વાત કરીએ જો આ ફિલ્મ અંગે તો સૌથી પહેલા રિલીઝની તૈયારી છે તે ફિલ્મ એટલે વાગી કાળજે કટારી તારા પ્રેમની.. વિક્રમ ઠાકોર-મમતા સોની અને હિતુ કનોડિયા અભિનીત આ ફિલ્મના સુકાની છે હરસુખ પટેલ.. હરસુખ પટેલ એન્ડ ગ્રુપ દ્વારા બનાવાયેલી આ ફિલ્મ, વિક્રમની અગાઉની ફિલ્મ કરતા વધારે ધમ્માલ મચાવશે કે કેમ તે જાણવા વધુ રાહ જોવાની જરૂર નથી. કારણ કે, વિક્રમના વધી રહેલા ક્રેઝને 'કેશ' કરવા અને દિવાળીની રજાઓમાં મનોરંજનરસિયાઓની મજા માણવાની આદતને વટાવવા ફિલ્મ રિલીઝ માટે ટાણું પસંદ કરાયું છે દિવાળીનું. વિક્રમનો જે આગવો ચાહક વર્ગ છે તે આ ટાણું નહી ચુકે તો નિર્માતા માટે ફિલ્મ બની શકે છે પૈસા વસૂલ...

આ સિવાય આવી રહી છે વધુ એક ફિલ્મ આ ફિલ્મ એટલે ઘરવાળી બહારવાળી કામવાળી. નામ પરથી જ ફિલ્મ ધમ્માલ કોમેડી હોવાનો અંદાજ આવી જાય છે. ગોવિંદા માટે 'ભોલા' નામથી બનનારી આ ફિલ્મ કોઈ કારણસર ન બની શકી અને હવે તે ગુજરાતી ભાષામાં બની રહી છે, અને સંજોગ તો જુઓ, ગોવિંદા માટેની આ ફિલ્મ જે હિરો કરી રહ્યો છે તે ડાંન્સિંગ અને કોશ્ચ્યુમ સ્ટાઈલના કારણે ઓળખાય છે ગુજરાતી ગોવિંદા તરીકે.. આ હિરો એટલે ચંદન રાઠોડ. પિતા કેશવ રાઠોડના દિગ્દર્શનમાં ચંદન આ ફિલ્માં ઘરવાળી બહારવાળી અને કામવાળી સાથે પરદા પર ધમાલ સર્જે.. એ પહેલાં જ ફિલ્મનું એક મસ્તીભર્યુ ગીત ચંદનના જ અવાજમાં રેકોર્ડ કરાયું અને ચંદન પર જ ફિલ્માવાયુ. એટલે આ ફિલ્માં જોવા મળશે ચંદનનો એકટર + સિંગરનો ડબલ ધમાકા..
ચંદનના ડબલ ધમાકાને ટક્કર દેવા તૈયાર છે હિતુ કનોડિયા.. અને એ પણ ડબલ ધમાકા સાથે. હિતુની અપકમિંગ ફિલ્મ જય-વિજયમાં તે દેખાશે ડબલ રોલમાં. આ ફિલ્મમાં જ હિતુ પર જ ફિલ્માવાયું છે એક સોંગ.. જેના શબ્દો છે, "ઓ ડાર્લિંગ.. માય નેમ ઈઝ હિતુ..." આ ગીત અને ફિલ્મને લઈ હિતુ છે આતુર. લકી આનંદ દિગ્દર્શિત આ ફિલ્મમાં હિતુના ડબલ રોલ સાથે જોવા મળશે ચુલબુલી મોના થીબા. 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા' ફિલ્મ બાદ, આ ફિલ્મમાં હિતુ પાસે દર્શકોની અપેક્ષા પણ વધી ગઈ છે.
દર્શકો સ્વીકારે કે ન સ્વીકારે, પણ નિર્માણકર્તાઓએ પોતાની જવાબદારી સમજીને એક પછી એક પ્રયોગાત્મક ફિલ્મ દર્શકોને પીરસવાનું શરૂ રાખ્યું છે, તેના જ ભાગ રૂપે આવી રહી છે ફિલ્મ મોહનના મંકીઝ. આ ફિલ્મનું ટાઈટલ જેટલું હટકે છે તેટલો જ હટકે લા્ગ્યો આ ફિલ્મનો પ્રોમો. વેલ, પ્રોમોમાં ફિલ્મ જેટલી પસંદ પડી છે તેટલી જ પસંદ તેને જોયા બાદ પડે તે પણ છે જરૂરી. ગાંધી વિચારને કંઈક અલગ રીતે આ ફિલ્મમાં રજૂ કરાયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે ફિલ્મ આડે સવાલ એ પણ છે કે, લગે રહો મુન્નાભાઈમાં ગાંધી વિચારને જે રીતે રજૂ કરાયો તે જોનાર દર્શક આ ફિલ્મને કેટલી પચાવી શકશે.
આ સિવાય પણ કેટલીક ફિલ્મ મચાવવા આવી રહી છે ધમાલ.. તે વિશે પણ તમરા સુધી પહોંચાડીશ માહિતી.. પણ... ટૂંક સમયમાં.. વાંચતા રહો.. dhollywood.com
Subscribe to:
Posts (Atom)