Showing posts with label જિતેન્દ્ર બાંધણીયા. Show all posts
Showing posts with label જિતેન્દ્ર બાંધણીયા. Show all posts
Wednesday, 20 July 2011
રાજવીરે રાખ્યો રંગ
![]() | |
| રાજવીરમાં હિતુ કનોડિયા |
છેલ્લે બે ફિલ્મ જોઈ... "રાજવીર" અને "સરહદ પાર મારી રાધા." આ બંનેમાં "રાજવીર" જોવાની ખરેખર મજ્જા પડી. સરહદ પારની મારી રાધા ફિલ્મ વિષય સારો હોવા છતાં ખાસ મજા ન પડી. આ બંને ફિલ્મ્સ વિશે તરત લખવું હતુ, પણ સમયની ગરીબીના કારણે લખી ના શકાયું. ખેર, મોડે મોડેય મને ગમેલી ફિલ્મ રાજવીર વિશે થોડું... માત્ર ગુજરાતી ફિલ્મના ચાહકો માટે...
રાજવીર... સૌથી પહેલું તો ગમ્યું ફિલ્મનું ટાઈટલ.. અત્યારની લાં... બા નામવાળી ફિલ્મથી દુર રહીને આ ફિલ્મનું નામ રાજવીર રખાયું તે ગમ્યું. સાથે જ ગમ્યું ફિલ્મનું મેકિંગ.
વાર્તા
ફિલ્મની વાર્તા તેની ટેગ લાઈન પ્રમાણે રહસ્યમય પ્રેમકથા પ્રમાણેની જ છે. આખી ફિલ્મમાં રહસ્ય છવાયેલું રહે છે, અને દર્શકોને જકડી રાખવામાં એ જ રહસ્ય સફળ થાય છે.
અભિનય
સ્ટોરીલાઈન પ્રમાણે હિતુનો અલગ ગેટ અપ કરાયો તે ગમ્યું. બાકી દરેક ફિલ્મમાં હિરોનો લૂક એક સમાન જ હોય છે. રાજવીરનો હિતુનો નેગેટિવ શેડ અને લૂક આપણને ખલનાયકના સંજય દત્ત અને હીરોના જેકી શ્રોફની યાદ અપાવે છે, રાજવીરના કિરદારમાં હિતુનો અભિનય કાબિલેદાદ છે. તો કિરણે પણ વધુ એક ફિલ્મમાં પોતાની અભિનયક્ષમતા પૂરવાર કરી છે. નરેશ કનોડિયા ખાકી લૂકમાં જામે છે. ફિરોજ ઈરાની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં વધુ એક ગેટ અપ અને વધુ એક પંચલાઈન સાથે દેખાયા છે. જ્હાનવીએ સેકન્ડ લીડમાં હોવાં છતાં ધ્યાન ખેંચ્યું છે.
ગીત સંગીત
ગીત અને સંગીતને એકદમ હટકે ન કહી શકાય.. પણ સાંભળવા ગમે. ખાસ કરીને ફિલ્મમાં દરેક ગીતને ભુલાવી દે છે આઈટમ સોંગ. સંતુડી અને નરેશ કનોડિયાની ધમાલ ખરેખર કમાલ છે.
દિગ્દર્શન
ફિલ્મનું મેકિંગ ઈમરાન પઠાણની આગવી સ્ટાઈલ બતાવે છે. પહેલી ફિલ્મ સૂરજ ઉગ્યો શમણાંને દેશમાં પણ ઈમરાને મેકિંગમાં નવો પ્રયોગ કર્યો અને આ ફિલ્મમાં પણ. જે જોતાં તેમની અપકમિંગ ફિલ્મ પ્રત્યે દર્શકોની અપેક્ષા વધુ રહેશે.
..........છેલ્લે..
"પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે" ફિલ્મ પછી કંઈક સારી ફિલ્મ જોવાની દર્શકોની આશ રાજવીરે પૂરી કરી હશે... હા.. મારે પણ બે ફિલ્મ જોવાની રહી ગઈ, એક તો "દલડું દીધુ મે કારતકના મેળામાં" અને બીજી "ઘરવાળી બાહરવાળી કામવાળી."
Tuesday, 1 March 2011
તમારા માટે છે આ પત્ર... વાંચ્યો કે.. ?
દોસ્તો...
સતત આપની સાથે ગુજરાતી ફિલ્મ જગતની વાતો વહેંચુ છુ, ફિલ્મ જગતની એ વાતોના લીધે જ આપની સાથે એક અતૂટ નાતો બંધાયો છે. એ નાતે જ આપની સાથે સહર્ષ એક હરખની વાત વહેંચવાની હ્રદયેચ્છા થઈ.. તો લ્યો વાંચો...
બ્લોગ વિશે જાણ્યા અને શીખ્યા બાદ સ્વબ્લોગ બનાવવાની ઈચ્છા થઈ. ઈચ્છાને અમલી બનાવતા પહેલાં પસંદગી કરવાની હતી વિષયની. ક્યાં વિષય પર લખુ તો આપ સૌ દોસ્તો સુધી વિચાર વાટે પહોંચી શકીશ એ વિચાર્યુ. વિષય પસંદગી માટે લાંબુ વિચારવાની એટલા માટે જરૂર ન પડી કે, હૈયે અને હોઠે એક વિષય તો હતો જ, ગુજરાતી ફિલ્મ.. એ વખતે મારુ એમ.ફીલ પણ શરૂ હતુ અને એમાં પણ વિષય ગુજરાતી ફિલ્મ જ હતો. એટલે થયું કે, શા માટે બ્લોગ પર ગુજરાતી સિનેમા પર જ ના લખું ? મારી ઉંમરનાં જ નહી, પણ મારાથી મોટી ઉંમરના ઘણાં બધા ગુજરાતીઓને આપણી ભાષાની સિનેમાથી છેટુ પડી ગયું હતુ. આથી, એવા લોકો અને ગુજરાતી સિનેમા વચ્ચે સેતુ બંધાય એ માટે આ જ વિષય પર લખવાનો નિર્ધાર કર્યો. બ્લોગ નહીં વંચાય તો ? એવું પણ મનમાં થયું. જો કે, મનમાં ગાંઠવાળી હતી કે, કોઈ ગુજરાતી ફિલ્મ્સ માટે કંઈ કરતું કેમ નથી એવો સવાલ કરવાને બદલે આપણે જ કંઈક કરવું. એ માટે બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ લાગ્યુ. લોકો હજુ ભલે ગુજરાતી સિનેમા સુધી ન જતા હોય, પરંતુ એ લોકો સુધી પણ, વાયા બ્લોગ ગુજરાતી સિનેમા પહોંચે એ આશય રાખ્યો. ને બસ.. શરૂ કર્યો બ્લોગ..... નામ રાખ્યું, Dhollywood.com. ને 11 ડિસેમ્બર 2009ના રોજ પહેલી વાર બ્લોગ પોસ્ટ મુકી... તમને થશે આજે કેમ હું આ બધુ લખી રહ્યો છુ, તો તેના માટે એક આનંદ આણતું કારણ છે. આ કારણનો જવાબ તમને જોવા મળશે આ ચાર્ટમાં....
![]() | |||||||||||
| આપ સૌની ચાહનાનો ચાર્ટ |
Monday, 14 June 2010
હાશ હવે ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર તો આવ્યું.. !
તમારે નવતર ભાતની ગુજરાતી ફિલ્મ જોવી છે..?
ગુજરાતી ફિલ્મમાં કંઈક અલગ વિષયની વાર્તા નિહાળવી છે ?ગુજરાતી ફિલ્મમાં પણ સરસ કેમેરા વર્ક થઇ શકે એ જોયાનુભવ કરવો છે ?
ગુજરાતી ગીતો પર પણ સારી કોરિયોગ્રાફી થઇ શકે છે એ જોઈ થિરકવું છે ?
ગુજરાતી ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ સાથે સાઉથ સ્ટાઈલ માણવી છે ?
આ અને આવી તમામ બાબત કે જેને તમે ટિપિકલ ગુજરાતી ફિલ્મથી હટકે કહી શકો.. તે જોવી હોય તો જોઈ આવો ઇમરાન પઠાણ દિગ્દર્શિત ફિલ્મ, "સૂરજ ઉગ્યો શમણાંને દેશ" આવી જ ઘણી બધી સારપનો સરવાળો કહો કે ઉણપની બાદબાકી.. એટલે "સૂરજ ઉગ્યો શમણાંને દેશ". આ ફિલ્મ સારી ફિલ્મના શમણાં સાકાર કરશે એવું લાગ્યું.
વાર્તા
માલપુર નામના એક ગામમાં ચાલતી હોય છે બાપાસાહેબની દાદાગીરી. તેમની મેલી મુરાદના કારણે આખું ગામ અભણ રહે છે. સૌ કોઈ બાપાસાહેબના ગુલામની જેમ જીવન ગુજારે છે. આ બાપાસાહેબનો જ માણસ સૂરજ તેમની સામે બંડ પોકારે છે. તો સૂરજ જેને પ્રેમ કરતો હોય છે એ રૂપા પણ બાપાસાહેબને પડકારે છે. સૂરજ અને રૂપાની પ્રેમ કહાણી અને બાપાસાહેબ સામે અવાજ ઉઠાવવાની કહાણી આખી વાર્તામાં વળાંક લાવે છે. શિક્ષણ જેવા વિષયને જોર જુલમ અને અન્યાય સાથે સાંકળીને તેમાં સ્ત્રી શક્તિની પણ વાત કરી છે. જરૂર જણાઈ ત્યાં કોમેડીનો તડકો પણ લગાવ્યો છે. ઓવરઓલ હાલ ચાલી રહેલા ટ્રેન્ડ કરતા હટકે વાર્તા હોઈ ચોક્કસ ગમે.
અભિનય
એક્શનપેક ભૂમિકામાં હિતુ જામે છે. સહેજ સાઉથ સ્ટાઈલની છાંટ પણ હિતુના અભિનયમાં દેખાય છે. લૂક પણ અલગ દેખાય છે.
ગામડાની રૂપાળી રૂપાના કિરદારમાં મોના ટિપિકલ હિરોઈન લાગે છે, પણ રૂપા સૂરજના કિરદારમાં મોનાએ રંગ રાખ્યો છે. આ કિરદારમાં મોનાનો લૂક એટલે અદ્દલ રાજનીતિની કેટરીના.
ચંદન હલ્કી ફુલ્કી ભૂમિકામાં ક્યાંક કોમેડી કરે છે તો ક્યાંક ઈશ્કિયા અંદાજમાં દેખાય છે. સારો ડાન્સર એવો ચંદન ગીતમાં બરાબર ખીલે છે. તો ચંદન સાથે છે તેની જ ધુળકી ફેઈમ રાની શર્મા.
બાપાસાહેબ એટલે કે જાકીરખાને પાત્રમાં જીવ રેડયો.
કોમેડિયન કેરેક્ટર મફતને લોકોને હસાવવામાં સફળતા મળી.
લોકેશન
મોડાસાની આસપાસના જે ગામમાં શૂટિંગ કરાયું તે સ્થળ નયનરમ્ય છે. તે સ્થળને દર્શકો સમક્ષ વધુ સારી રીતે મુક્યું દિગ્દર્શકની સૂઝ અને સિનેમેટ્રોગ્રાફરે.
ગ્લેમરસ ગલીપચી
ગુજરાતી સિને જગતનો અત્યાર સુધીનો સૌથી લાંબો કિસિંગ સીન આ ફિલ્મમાં છે.. હિતુ અને મોનાનો લાં........બો કિસિંગ સીન એવી રીતે ફિલ્માવવામાં આવ્યો છે કે જે જરા પણ ચીપ ના લાગે. આ સીન જોઈ એમ થયું કે હાશ હવે ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર તો આવ્યું.. !
Subscribe to:
Posts (Atom)

