Wednesday, 1 December 2010
ખરાબ ફિલ્મોનું મહેણું ભાંગશે "મોહનના મંકીઝ"
ત્રીજી ડિસેમ્બરથી પરદા પર તોફાન મચાવવા આવી રહ્યા છે, "મોહનના મંકીઝ". ટાઈટલથી જ ડિફરન્ટ લાગતી આ ફિલ્મ ડિફરન્ટ હશે તેવું તેના પ્રોમોઝ જોતા લાગી રહ્યું છે. આ ફિલ્મમાં ગાંધીના વિચાર હશે, એ વિચાર રજૂ કરવા માટે મોહનના ત્રણ મંકીઝ હશે.. પણ એ વિચાર લોકો સુધી પહોંચાડવાનો અંદાઝ હશે અલગ.. ફિલ્મના ગીત અને સંગીત પણ પ્રોમોઝ દ્વારા લોકો સુધી સારી રીતે પહોંચી રહ્યા છે. યંગસ્ટર્સને પણ ગણગણવા તેવા આ ફિલ્મના ગીત છે અને સંગીત પણ યંગસ્ટર્સને ઘેલું લગાડે તેવું છે. બસ જોવાનું એ છે કે, અત્યારના લોકોને પચાવવા અઘરા લાગે તેવા ગાંઘી વિચારને આ ફિલ્મમાં કેટલી સરળ રીતે રજૂ કરાયા છે. આમ તો, આ પહેલા ગાંધીવિચાર સાથેની બોલિવૂડની ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ' લોકો સુધી પહોંચી, વખણાઈ પણ ખરી. એ ફિલ્મ થિયેટરમાંથી ઉતર્યા બાદ લોકો વચ્ચે મુકતી ગઈ "ગાંધીગીરી".
"મોહનના મંકીઝ" ધમ્માલ અંદાઝમાં પોતાના વિચાર લોકમાનસ પર છોડી શકે છે કે કેમ એ વાતને બાજુ પર મુકીને એક વાત તો સ્વીકારવી જ રહી કે, હવે ગુજરાતી ફિલ્મ્સમાં કંઈક સારુ થવાની શરૂઆત તો ચોક્કસ થઈ છે. લોકો નહી જ સ્વીકારે એવું વિચારીને ઘણાં સારુ કે કંઈક અલગ કરવાનું માંડી વાળે. પણ અહીં તો એ અલગ નહી કરવાનો માંડી વળાયો છે અને અલગ કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ફિલ્મની સફળતા માત્ર ફિલ્મ બનાવનાર પુરતી જ સિમિત નહી રહે પણ, તેની સફળતા સાથે જોડાયેલ છે આવી જ સારી ફિલ્મ બનાવવાનું વિચારનારા પણ હિંમત નહી કરનારા કેટલાય નિર્માણકારોની હિંમત.
આ ફિલ્મની બાબતમાં ઉડીને આંખે વળગે તેવી બાબત છે આ ફિલ્મની પબ્લિસિટી. નવી તરાહની ફિલ્મ બની છે એ વાત લોકો ત્યારે જ જાણે.. જ્યારે ફિલ્મની પબ્લિસિટી યોગ્ય રીતે થાય. સતત એ ફિલ્મના પ્રચારનો મારો ચલાવાય ત્યારે જ લોકો તેના વિશે જાણી શકે, અને થિયેટર સુધી આવવાનો વિચાર કરે. 'દુષણો સામે લડશે બંદર' જેવી ટેગ લાઈનવાળી આ ફિલ્મની ટેગ લાઈનમાં જો થોડો ફેરફાર કરીને કહીએ તો કહેવાય કે, 'સારી નહી બનતી ગુજરાતી ફિલ્મનું દુષણ દુર કરવા આવી ગયા બંદર'. વેલ, ફિલ્મના નિર્માતા દ્વારા અલગ વિષય પર અદ્યતન ટેકનોલોજી દ્વારા ફિલ્મ બનાવાઈ, લોકો સુધી ફિલ્મની વાત પહોંચે તે માટે તમામ રીતે પબ્લિસિટી પણ કરી.... હવે આપણો વારો કે નહી ?
Thursday, 25 November 2010
બદલાતા ઢોલિવૂડની તસવીર
![]() |
| ખલનાયક હિતુ કનોડિયા |
![]() |
| હિતેન કુમારનો હટકે અંદાજ |
![]() |
| ચંદનના ચાર લૂક |
![]() |
| જોયા છે ક્યારેય મૂછ વિનાના હિતેન કુમાર! |
![]() |
| હિતુ કનોડિયાનો નેગેટિવ શેડ |
![]() |
| ચંદનનો નેગેટિવ શેડ |
ચોકલેટી લૂક ધરાવતો ચંદન રાઠોડ પણ લવરબોયની ઈમેજમાં બંધાઈ રહેવા નથી માગતો. 'સમર્પણ'માં ચંદન બાપ-બેટા બેઉના રોલમાં દેખાયો. તો તેની અપકમિંગ ફિલ્મ 'જોગિડો'માં ચંદન દેખાશે નકારાત્મક છાંટ ધરાવતા હિરોના કિરદારમાં. તો મને લઈ જા સાંવરિયાના કિરદારથી પણ ચંદન છે ઉત્સાહિત. ને ઘરવાળી, બાહરવાળી, કામવાળીમાં ચંદન કરશે કોમેડી.
તો.. બોસ. શું વિચાર છે !! આ હિરોલોગ તો હવે ભાઈલોગ બની રહ્યા છે, ટપોરી બની રહ્યા છે, ખલનાયક બની રહ્યા છે, કોમેડી કરી રહ્યા છે, પોતાનાથી થતાં તમામ પ્રયત્નો કરી રહ્યા છે, ફિલ્મના મેકિંગમાં પણ સુધારો થઈ રહ્યો છે. હા, હજુ થોડી ફિલ્મ્સ ખરાબ પણ બની રહી છે, પણ એ તો નજર ન લાગે એ માટે કાળા ટપકાં સમાન !! ( જો કે, આ કાળું ટપકું જરાં મોટું છે એ કડવી હકીકત છે !) ફિલ્મ્સ સારી બનશે તો બેસીને જોવા લાયક થિયેટર પણ મળશે.. અને તેવા સારા ફિલ્મ તથા સારા થિયેટર હોય તો દર્શકોને જોવા જવાનો શો વાંધો હોય ? તો કહો જોઈએ કેવી લાગી ઢોલિવૂડની બદલાતી તસવીરની તાસીર ?
Friday, 19 November 2010
રહસ્યથી ભરપૂર પ્રેમ કહાણી : વાગી કાળજે કટારી તારા પ્રેમની
http://www.youtube.com/watch?v=JWgaBnE1Z98&feature=channel
વાગી કાળજે કટારી તારા પ્રેમની.. એક રહસ્યમય પ્રેમ કથા... નામ પ્રમાણે જ રહસ્યથી ભરપૂર છે.. થોડી થોડી વારે એક નવો વળાંક વાર્તામાં આવે અને પછી ફરી શરૂ થાય રહસ્યના તાણાવાણા.
વાગી કાળજે કટારી તારા પ્રેમની.. એક રહસ્યમય પ્રેમ કથા... નામ પ્રમાણે જ રહસ્યથી ભરપૂર છે.. થોડી થોડી વારે એક નવો વળાંક વાર્તામાં આવે અને પછી ફરી શરૂ થાય રહસ્યના તાણાવાણા.
વાર્તા :
વિક્રમ-હિતુની દોસ્તી અને બંનેનો પ્રેમ.. આ જ વાતને રહસ્યની જાળમાં શબ્દો વડે ધીરેન રાંધેજાએ ગૂંથી છે, અને તેને દ્રશ્યો વડે દર્શકો સામે મુકનાર દિગ્દર્શક છે હરસુખ પટેલ. ફિલ્મમાં પ્રેમ, બેવફાઈ, બદલો આ બધી જ બાબતને એ રીતે મુકવામાં આવી છે કે, તમને એમ તો ચોક્કસ થાય કે, આગળ શું થશે. ઘણાં પાત્રો પણ એવા મુકાયા છે કે, ક્યારેક રહસ્યનો ઉકેલ આપણને તેમના તરફ દોરી જાય, પણ એ માત્ર ઉલઝાવવા પૂરતા હોય. જે દર્શકોને સસ્પેન્સ ફિલ્મ જોવાની પસંદ હોય તેમને આ ફિલ્મ ચોક્કસ પસંદ પડે. વિક્રમનો ચાહક વર્ગ જુદા જ પ્રકારનો છે, તેમની સામે વિક્રમને આ પ્રકારની વાર્તામાં રજૂ કર્યો એ સારી બાબત કહેવાય. વળી, ત્રીજા સપ્તાહે જ્યારે હું ફરી વખત થિયેટર પર પહોંચ્યો ત્યારે ઓડિયન્સની સંખ્યા જોઈને નવો પ્રયોગ સફળ જણાયો.. આર્થિક સફળતા તો પ્રોડ્યુસર્સ જાણે !! પણ હા, માત્ર મસાલા મૂવી કરતા વિક્રમને નવી વાર્તામાં રજૂ કર્યો એ જ બાબત આગળ પણ વિક્રમના પ્રોડ્યુસર્સ અનુસરે તો દર્શકોને પણ કંઈક નવું મળી શકે.
અભિનય :
વિક્રમનો અભિનય તેની અગાઉની ફિલ્મ કરતા ચોક્કસ સારો લાગ્યો. એક્શન સીનમાં પણ વિક્રમ જબરદસ્ત રંગ જમાવે છે. પોલીસ ડ્રેસમાં જોઈને કહી ઉઠાય કે, ઢોલિવૂડનો દબંગ. હિતુ ભલે થોડા સમય માટે પરદા પર આવે પણ એ પોતાના સમય દરમિયાન હંમેશની જેમ પરદા પર છવાઈ જાય છે. ખબર નહી કેમ, પણ જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ તેમ ઢોલિવૂડના મહાનાયક અભિનયનો જુદો જ રંગ બતાવે છે, નરેશ કનોડિયાના ચાહકો આ ફિલ્મની તેમની અદા પર આફરિન પોકારી જ ઉઠે. વેસ્ટર્ન કોશ્ચ્યુમ સાથે જોવા મળતી મમતા દર્શકોને નજરને ઝકડી રાખે તેવી લાગી. ફિરોઝ ઈરાની તો છે તેમના આગવા અંદાજમાં દરેક ફિલ્મમાં દેખાય જ છે.
ગમ્યું :
ફિલ્મના એક્શન સીન. ખાસ કરીને નરેશ કનોડિયા અને વિક્રમ વચ્ચેનો ફાઈટ સીન.. ગુજરાતી ફિલ્મને નીચી જ સાબિત કરનારાઓને આ સીન હિન્દી ફિલ્મના કોપી લાગશે.. પણ ભલા માણસ એ તો વિચારો કે, આપણે ત્યાં આવા સીનની શરૂઆત થઈ.
વિક્રમને લઈને બનતી ફિલ્મથી કંઈક અલગ પ્રકારની વાર્તામાં તેને રજૂ કરાયો
ચળક-ભડકને બદલે વિક્રમને અત્યારની જનરેશનના કપડાંમાં રજૂ કરાયો
મમતાને પણ હાલના સમયની ડિમાન્ડ પ્રમાણે ટીપીકલ ગામડાની ગોરી કરતા વેસ્ટર્ન લૂકમાં રજૂ કરાઈ.
ના ગમ્યું :
ફિલ્મનું લાંબુ નામ જરાયે ના ગમ્યું.
ફિલ્મ સારી બનાવવાનો પ્રયત્ન કરાય છે ત્યારે તેનું નામ "વાગી કાળજે કટારી તારા પ્રેમની" જેવું લાંબુ રાખવાની જગ્યાએ કંઈક નાનું નવું વિચારી શક્યા હોત. જે ટ્રેન્ડ ચાલે છે તેનાથી મેકિંગની દ્રષ્ટિએ તો આ ફિલ્મના નિર્માણકારો દુર હટીને નવું કરી રહ્યા છે ત્યારે નામ બાબતે પણ ટ્રેન્ડથી હટવાની હિંમત કરી ન શકે ?
Subscribe to:
Posts (Atom)






